અતુલ જોશી, મોરબીઃ મોરબીના (morbi) પીપળી રોડ (Pipali road) પર ગઈકાલ દિન દહાડે લૂંટની (loots) ઘટના બની હતી. જેમાં મની ટ્રાન્સફરનું (money transfer) કામ કરતાં આશિષસિંહ વાઘેલા નામના યુવાનને આંખમાં મરચું છાટી 7.61000 રૂપિયાની લૂંટ ચલાવી બે અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા. જોકે, પોલીસને આ અંગે જાણ થતાં જ તાત્કાલિક નાકા બંધી કરી હતી. અને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.
પોલીસ ફરિયાદ મોરબી તાલુકા પોલીસને મળતાં જ એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાથી જિલ્લા તેમજ આજુબાજુના જીલ્લામાં નાકાબંધી કરી મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા,એલસીબી પીએસઆઇ એન બી ડાભી સહિતની ટીમો દોડતી થઈ હતી.
જેમાં આજે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા પ્રેસ કોંફરન્સ સંબોધી માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી પોલીસે લૂંટના આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી સો ટકા મુદામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે.
સાથે જ તેઓએ ઘટનાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લૂંટને અંજામ આપનારો ફરિયાદી અને ભોગ બનનાંરનો આશિષસિંહનો જ સગો ભાઈ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને સહદેવસિંહ વાઘુભા વાઘેલા રહે બન્ને પીપળી ગામની સિમ મૂળ ગામ રહે.બેલા રાપર કચ્છ વાળાની ધરપકડ કરી છે.
સાથે જ ફરિયાદીના ભાઈએ જ આ સમગ્ર બનાવનો પ્લાન ઘડ્યો હતો અને બાદમાં લૂંટને અંજામ આપ્યું હતું. લૂંટ કર્યા બાદ કાચા રસ્તે બન્ને આરોપીઓ કચ્છ તરફ નાસી છૂટ્યા હતા જો કે મોરબી પોલીસે નાકાબંધી કરી હતી.
જેના પગલે આરોપીઓના મોંમાં આવેલો કોળિયો પોલીસે છીનવી લીધો હતો અને લૂંટમાં ગયેલા તમામ રૂપિયા 7,61,850 કબ્જે કર્યા હતાં. સાથે જ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવણી ધરાવે છે કે કેમ એ અંગે આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયાએ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર