મોરબીઃ પીપળી નજીક આંખમાં મરચું નાંખી રૂ.7.84 લાખ ભરેલો થેલો લૂંટી લૂંટારુઓ કારમાં ફરાર

ઘટના સ્થળની તસવીર

ભોગબનનારને આંતરીને અચાનક જ આંખમાં મરચું છાટી તેની પાસે 784000 જેટલા રૂપિયા ભરેલો થયેલો લૂંટી નાસી છૂટ્યા હતા યુવક મની ટ્રાન્સફરનું કામ કરતો હોય નાણાં તેની પાસે રૂપિયા હોવાની માહિતી અજાણ્યા ઈસમો પાસે હતી.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં (Morbi) ચકચારી લૂંટની (loots) ઘટના બની હતી. મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર 4 વાગ્યાની આસપાસ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી લૂંટારુઓ નાસી છૂટ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને લૂંટારુંઓને પકડવાની તજવીજ હાથધરી હતી. ઘટનાના કલાકોમાં પોલીસની (police) ટીમે લૂંટારુઓને કચ્છ (kutch) જિલ્લામાંથી દબોચી લીધા હતા. આગળની કાયદેશરની કાર્યવાહીની તજવીજ હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી રોડ ઉપરથી પસાર થતા આશીષસિંહ વાઘેલા નામના વ્યક્તિએ મોરબી પોલીસને જાણ કરી લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું જેમાં યુવાનના જણાવ્યા અનુસાર લૂંટારુઓ કાળા કાચ વાળી સફેદ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા હતા.

  અને ભોગબનનારને આંતરીને અચાનક જ આંખમાં મરચું છાટી તેની પાસે 784 500જેટલા રૂપિયા ભરેલો થયેલો લૂંટી નાસી છૂટ્યા હતા યુવક મની ટ્રાન્સફરનું કામ કરતો હોય નાણાં તેની પાસે રૂપિયા હોવાની માહિતી અજાણ્યા ઈસમો પાસે હતી. જેથી આમાં કોઈ જાણ ભેદુ હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

  આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

  આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

  આ પણ વાંચોઃ-રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

  જો કે આ ઘટના બની એ હાઈ વેપર હોવાથી આજુબાજુ કોઈ સીસીટીવી ન હોવાથી પોલીસે હાલ મોરબી શહેરના આઉટ અને ઇન ગેટના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે ત્યારે હાલ ભોગબનનાર યુવકનું પણ ઘટનાનું નિવેદન લઈ આગળની તપાસ મોરબી પોલીસે હાથ ધરી છે.  ત્યારે ખરેખર લૂંટ થઈ છે કે નહીં? થઈ છે તો કેટલાની થઈ છે ? કોના દ્વારા થઈ છે.? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા હાલ મોરબી પોલીસ ની જૂદી જુદી ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
  Published by:ankit patel
  First published: