મોરબી : લાલબત્તી સમાન કિસ્સો, એક્સિડન્ટ ક્લેઇમ બાદ પોલીસી બોગસ હોવાનો પર્દાફાશ

News18 Gujarati
Updated: February 8, 2020, 12:33 PM IST
મોરબી : લાલબત્તી સમાન કિસ્સો, એક્સિડન્ટ ક્લેઇમ બાદ પોલીસી બોગસ હોવાનો પર્દાફાશ
પ્રતિકાત્મક તસવીર

મોરબીમાં બનાવટી વીમા પોલીસી પકડાઈ, વાહનના એક્સિડન્ટ બાદ ક્લેઇમ થતા બનાવટી વીમા પોલિસીનો થયો પર્દાફાશ.

  • Share this:
અતુલ જોશી, મોરબી: યોગ્ય તપાસ કર્યા વગર વીમા પોલીસી ખરીદનારાઓ માટે સાવધ થવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બનાવટી વીમા પોલીસી સામે આવી છે. વીમા કંપનીએ આ બનાવટી પોલીસી મામલે
ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આગળની તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ ગો-ડીજીટ કંપનીમાં નોકરી કરતા નીકુંજ મહેશભાઈ શુકલએ તા. 7 જાન્યુ.ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપી છે કે, અમારી રાજકોટ બ્રાન્ચને અંદાજીત બે મહીના પહેલા મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ જાબુઆ (મધ્યપ્રદેશ)ના મોટર એક્સિડન્ટ કલેઈમ કેસ નં. 235/2019 મુજબના દાવા વીમા પોલીસી કોર્ટના સમન્સ સાથે મળી છે. તપાસ કરતા આ પોલીસી બોગસ હોવાનું સામે આવ્યું છે.

વીમા કંપનીએ પોલીસીની ખરાઈ કરતા ‘ગો-ડીજીટ’ તરફથી આવી કોઈ પ્રકારની પોલીસી ઈશ્યૂ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદમાં કહેવાયું છે કે ગો ડીજીટ દ્વારા પોલીસી નં. D004642791 તારીખ 24 જૂન, 2019થી 23 જૂન, 2020 સુધીના સમય ગાળા માટે ઈશ્યૂ કરવામાં આવી નથી. આથી આ નંબરની પોલીસી બનાવટી છે.

મળતી માહિતી પ્રમાણે વાહન નંબર GJ-36-S-1448ની બનાવટી પોલીસીને ખરી તરીકે બતાવી મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ જાબુઆમાં આ અંગે કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આવું કરીને વીમાં કંપની સાથે ઠગાઈનો પ્રયાસ કરાયો હતો. આરોપીઓએ મોરબી પોલીસ સમક્ષ પણ બનાવટી વીમા પોલીસી રજૂ કરી હતી. આ મામલે આરોપીઓ સામે કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૨૦, ૪૦૬ હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભૂતકાળમાં પણ વીમા એજન્ટો દ્વારા બનાવટી વીમા પોલીસીઓ આપવામાં આવી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે આ પ્રકારના કિસ્સાઓ વીમા કંપની તેમજ ગ્રાહકો બંને માટે ચેતવણી સમાન છે.
First published: February 8, 2020, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading