Home /News /kutchh-saurastra /Morbi Bridge News: મોરબી પુલ દુર્ઘટનાનો અન્ય એક વીડિયો વાયરલ, પોલીસકર્મીઓને સલામ કરવાનું થશે મન

Morbi Bridge News: મોરબી પુલ દુર્ઘટનાનો અન્ય એક વીડિયો વાયરલ, પોલીસકર્મીઓને સલામ કરવાનું થશે મન

મોરબીનો વધુ એક વીડિયો વાયરલ

Morbi Bridge Viral Video: આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે તે પ્રમાણે, પુલ તૂટ્યા બાદ પોલીસે દોરડાના સહારે ડૂબતા લોકોને બચાવ્યા હતા.

મોરબી: દેશમાં હાહાકાર મચાવનાર મોરબી પુલ દુર્ઘટના બાદનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ દેવદૂત બનીને લોકોનાં જીવ બચાવી રહી હોય તેવા વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં પોલીસની સરાહના કરવામાં આવી રહી છે.

આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે તે પ્રમાણે, પુલ તૂટ્યા બાદ પોલીસે દોરડાના સહારે ડૂબતા લોકોને બચાવ્યા હતા. મોરબીના પોલીસ કર્મીઓએ આશરે 60થી વધારે લોકોનાં જીવ બચાવ્યા છે. પોલીસે આ કપરાકાળમાં લોકોની પડખે ઉભાં રહીને મદદ કરી છે. ન્યૂઝ18 ગુજરાતી પોલીસની આ બહાદૂરીને સલામ કરે છે.



નોંધનીય છે કે, 135 લોકોનાં જીવ લેનારી મોરબી દુર્ઘટના મામલે આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજે, 2 નવેમ્બરે રાજ્યમાં શોક જાહેર કર્યો છે. રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવ્યો હતો.



તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. આ ઉપરાંત મોરબીમાં બપોરે 12.00 વાગે મૌન રેલી કાઢવામાં આવી હતી.
First published:

Tags: Gujarat police, Morbi, Morbi bridge collapse, ગુજરાત, મોરબી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો