સુરતમાં વર્ષ 2016માં હીરાના વેપારી સાથે છેતરપીંડી આચરનાર બે લોકોને મોરબી પોલીસે ઝડપી પાડ્યા


Updated: September 26, 2020, 10:39 PM IST
સુરતમાં વર્ષ 2016માં હીરાના વેપારી સાથે છેતરપીંડી આચરનાર બે લોકોને મોરબી પોલીસે ઝડપી પાડ્યા
આરોપીઓની તસવીર

વર્ષ 2016માં સુરતના મહિધપુર વિસ્તારમાં હીરના વેપારી પાસેથી આશરે 6 લાખ રૂપિયાથી વધુના કાચા હીરા લઈને છેતરપીંડી આચરી હતી.

  • Share this:
અતુલ જોશી, મોરબીઃ વર્ષ 2016માં સુરતના (surat) મહિધપુર વિસ્તારમાં હીરાના વેપારી (Diamond trader) સાથે લાખ્ખો રૂપિાયની છેતરપીડીંની ઘટના બની હતી. હીરાના વેપારી પાસેથી આશરે 6 લાખ રૂપિયાથી વધુના કાચા હીરા લઈને છેતરપીંડી આચરી હતી. જોકે, છેતરપીંડીના (fraud case) બે આરોપીઓ વર્ષ 2016થી પોલીસ પકડથી દૂર હતા. જેમણે મોરબી પોલીસે (morbi police) ચાર વર્ષ બાદ દબોચી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે મોરબી એસપી એસ આર ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની ટીમે છેતરપીંડી આચરી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં હીરાના વેપારી મહેશ જીવરાજભાઈ વઘાણી સાથે વર્ષ 2016માં છેતરપીંડી કરી અને નાસતા ફરતા આરોપીને મોરબીથી પકડી પાડ્યા છે.

જેમાં ફરિયાદી મહેશ વાઘાણી એ વર્ષ 2016માં સુરતના મહિધરપુરા પોલીસમથકમાં 20-12-2016ના રોજ ફરિયાદ નોંધાવી હતી. મૂળ મોરબીના માળિયા મી.ના લક્ષ્મીવાસ ગામના અને હાલ મોરબી રવાપર રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રમેશ કરશનભાઇ કાવર અને મૂળ જામનગરના ફલ્લા ગામના હાલ સુરત વરાછા રોડ પર રહેતા પ્રવીણ લીંબાભાઇ રાણીપાએ તેના 69.65 કેરેટના કાચા હીરા કિંમત રૂપિયા 4.87.550 અને 44.80 કેરેટના કાચા હીરા કિંમત રૂપિયા 1,40,268 મળી કુલ રૂપિયા 6,27,818ની છેતરપીંડી આચરી છે.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

આ પણ વાંચોઃ-અમદાવાદમાં ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસને ડ્રગ્સની બાતમી આપવાની અદાવત રાખી માથાભારે વિપલ ટેલરે મહિલાને આપી ધમકીજેમાં આ બંને આરોપીઓ વર્ષ 2016થી જ પોલીસ પકડથી દૂર હતા જેમાં આ બંને આરોપીઓ મોરબી શહેરના એ ડિવિઝન પોલીસમથક વિસ્તારમાં હોવાની માહિતી મળતા જ ડીવાયએસપી સહિતની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસને સોંપ્યા છે.

બાદમાં સુરત શહેરના મહિધરપુરા પોલીસને જાણ કરી બંને આરોપીઓને તેને સોંપવા તજવીજ હાથ ધરી છે. ત્યારે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની ટીમને નાસતા ફરતા બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.
Published by: ankit patel
First published: September 26, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading