Home /News /kutchh-saurastra /

મોરબીઃ બૂટલેગરની દારૂ ઘૂસાડવાની તરકીબ જોઈ પોલીસ ચોંકી, પ્લાન પર ફરીવળ્યું પાણી

મોરબીઃ બૂટલેગરની દારૂ ઘૂસાડવાની તરકીબ જોઈ પોલીસ ચોંકી, પ્લાન પર ફરીવળ્યું પાણી

મોરબી પોલીસે વિદેશી દારુ પકડ્યો

Morbi police caught Foreign liquor : મોરબી પોલીસની દારૂના બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવાની સાથે જ બૂટલેગરો દ્વારા હવે નવી મોડસ ઓપરેન્ડરીથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે.

  અતુલ જોશી, મોરબીઃ મોરબી જીલ્લામા (liqur cuaght in morbi) ઉદ્યોગમાં હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. તેની સાથે વિદેશી દારૂ ઘુસાડવાના જુદા જુદા કિમીયાઓ બૂટલેગરો (bootllegger liquor smuggling Idea) અપનાવતા હોય છે. મોરબી પોલીસની દારૂના બૂટલેગરો (Morbi police caught liquor) પર કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવાની સાથે જ બૂટલેગરો દ્વારા હવે નવી મોડસ ઓપરેન્ડરીથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જોકે મોરબી તાલુકા ઈન્ચાર્જ પીઆઈ વિરલ પટેલની ટીમ દ્વારા આવા બૂટલેગરો પર ધોસ બોલાવવામાં આવી છે.

  જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધીકા ભારાઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પીઆઈ વી.એલ.પટેલનાં માર્ગદર્શન  હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળેલ હોય કે, રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલવાળા રાજુ શંકરલાલ બિશ્નોઇ વાળાએ વિદેશીદારૂનો જથ્થો મંગાવેલ હોય જે જથ્થો આજરોજ મોડીરાત્રીના એક ટ્રકમાં આવનાર છે.

  તેવી બાતમીનાં આધારે વોચ તપાસ દરમિયાન હકીકતવાળો ટ્રક આવી હકીકતવાળી જગ્યાએ ઉભો રહેતા માલ મંગાવનાર તથા માલ લાવનાર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવા જતા હોય દરમિયાન તેઓને પકડી પાડી આ ટ્રકને ચેક કરતા આ ટ્રકના નીચેના ભાગે આવેલ ચોરખાનામાંથી તથા ટુલબોક્ષમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા બીયરનો જથ્થો મળી હતો.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  પોલીસે માલ લાવનાર આરોપી શ્રવણરામ બાબુરામ જાબુ, હનુમાનરામ કાનારામ જાખડ તથા માલ મંગાવનાર આરોપી રાજુ શંકરલાલ ખોખરને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-64 કિં.રૂ.29,440 તથા બીયરના ટીન નંગ-45 કિ.રૂ.4500, એક ટાટા કંપનીનો ટ્રક નં. આરજે-19-જીએફ-7914 કિ.રૂ.12,00,000 મળી કુલ રૂ.12,33.940નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

  આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

  ઉલ્લેખનીય છે કે મોરબી પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં જુદી જુદી જગ્યાએ વિદેશી દારૂના વિક્રેતાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામા મોડસ ઓપરેન્ડરીથી વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્ર પર પોલીસે પાણી ફેરવી દીધું હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: Morbi Police, ગુજરાત, દારૂ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन