મોરબી : નશાના નેટવર્ક પર SOG ત્રાટકી, પોણા છ કિલો ગાંજા સાથે એકની ધરપકડ

મોરબી : નશાના નેટવર્ક પર SOG ત્રાટકી, પોણા છ કિલો ગાંજા સાથે એકની ધરપકડ
મોરબી એસઓજીના દરોડાંમાં ઝડપાયેલો શખ્સ અને ગાંજાનો જથ્થો

મોરબી સ્પેેશિયલ ઑપરેશન ગ્રુપના દરોડામાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો, સૌરાષ્ટ્રમાં નશાના કારોબારનો પગપેસારો?

 • Share this:
  અતુલ જોશી, મોરબી : દેશમાં એક તરફ સુશાંતસિંઘ રાજપૂતના (Sushant singh rajput) death case) મૃત્યુ કેસમાં તેની પૂર્વ પ્રેમિકા રિયા ચક્રવર્તીની (Rhea chakraborty) ડ્રગ્સ કેસમાં ધરપકડ (NCB Arrested Rhea) થઈ છે ત્યારે સમગ્ર દેશમાં નશાના કારોબાર અને નશાની દુનિયાની ચર્ચા ચરમસીમાએ છે. તેવામાં નશીલા પદાર્થોનું નેટવર્ક હવે મહાનગરો પૂરતું મર્યાદિત હોય તેવું નથી. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના (Drugs network in saurashtra) ગ્રામિણ વિસ્તારોમાં પણ નશાનું દુષણ ઘર કરી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. દરમિયાન આ તમામ માહોલની વચ્ચે મોરબી સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (Morbi SOG) દ્વારા ગાંજાના નેટવર્ક પર તરાપ મારવામાં આવી છે. SOGએ બાતમીના આધારે પાડેલા એક દરોડામાં પોણા છ કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આમ મોરબી જિલ્લામાં નશાના નેટવર્કને ડિકોડ કરવામાં સફળતા મળી છે.

  બનાવની વિગત એવી છે કે  મોરબી એસઓજી ટીમે રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘે આપેલી સૂચનાઓ અને મોરબી એસપી એસ આર ઓડેદરાની સૂચનાથી પીઆઈ જે.એમ.આલ સહિતની ટીમને ગાંજાના નેટર્વકનો પર્દાફાશ કર્યો છે. જેમાં એસોજી ટીમના સતીશ ગરચરને ગાંજાનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે ગઈકાલે મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર 214માં રેડ કરી હતી જે રેડ કરવામાં આવી હતી.  આ પણ વાંચો :  અરવલ્લી પોલીસે સાબરમતીમાંથી આરોપીનું 'અપહરણ' કરતા અમદાવાદ પોલીસ લાલઘૂમ

  આ રેડમાં આશારામ વાલજીભાઇ હડીયલ ઉ.વ. 28, ધંધો- મજુરી, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મકાનનં-214, રાજુભાઇના મકાનમાં, મોરબી-2 મુળ ગામ ધ્રાંગધ્રા એ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં નશીલા પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજોનો જથ્થો રાખ્યો હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.

  આ દરોડામાં  ગાંજાનો 5 કિલો અને 719 ગ્રામ કિ.રૂ.57190 નો જથ્થો વેચાણ કરવા માટે રાખી તેમજ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં કરેલો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા વેચાણના રૂપિયા 3500 અને વજન કરવા માટે ઉપયોગ કરેલ એક ડીજીટલ વજન કાંટો કિ.રૂ.500 પ્લાસ્ટીકની નાની પેકીંગની કોથળી સહિત કુલ રૂ63,190 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો.

  આ પણ વાંચો :  વડોદરા : આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, અંધકારમાં ખેલાયો ખૂની ખેલ

  જો કે આરોપીનો કોરોના રિપોર્ટ કર્યા બાદ વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એકટ હેઠળ બી ડીવીઝન પોલીસમથકમાં ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ સીટી બી ડિવીઝનના પીએસઆઇ આર.બી. ટાપરીયા એ હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:September 08, 2020, 18:59 pm

  ટૉપ ન્યૂઝ