મોરબી : નવા વર્ષે નશામાં ચૂર યુવક કારમાંથી પરસ્ત્રી સાથે ઝડપાયો, પોલીસે સીન વીંખી નાખ્યો!

પરસ્ત્રી સાથે ઝડપાયેલો યુવક.

મોરબીમાં નટરાજ ફાટક નજીક પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે એક યુવક અને યુવતી કઢંગી હાલતમાં કારમાંથી મળી આવ્યા હતા.

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબીમાં ગત રાત્રીના 31 ડિસેમ્બરને લઈને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઠેર ઠેરથી પીધેલા લોકોને પકડવા માટેની ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે એક યુવક અને યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યાં હતાં. પોલીસને જોઈને યુવકને નશો ઉતરી ગયો હતો.

  મોરબી પોલીસે રાત્રે ચાલી રહેલા સઘન ચેકિંગ દરમિયાન નટરાજ ફાટક નજીક ઉભી રહેલી એક ક્રેટા કાર શંકાસ્પદ જણાઈ હતી. આથી નાઈટમાં રહેલી પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં કારમાંથી નીલ દીપકભાઈ ભોજાણી નામનો યુવક નશામાં ચૂર હોવાનું માલુમ પડ્યું હતું. તેની સાથે કારમાં એક પરપ્રાંતિય રૂપલલના પણ હતી.

  યુવક અને યુવતી નશામાં હતા

  પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે, યુવક અને યુવતી નશામાં ચૂર હતા. બંને નટરાજ ફાટક નજીક બ્લેક કલરની ક્રેટા કાર નં. જીજે 36 એલ 6226 ચાલુ રાખીને કઢંગી હાલતમાં સૂતા હતા. પોલીસે બંનેને રંગેહાથ ઝડપીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે આવી હાલતમાં ઝડપાયેલા યુવક નીલ ભોજાણીને કાયદો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 'ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે'ની જેમ યુવકે નશાની હાલતમાં હાજર પોલીસ અધિકારી અને તેની ટીમ સામે અસભ્ય વર્તન કર્યું હતું.

  જે બાદમાં પોલીસે કડક વલણ અપનાવતા નીલ ભોજાણીને નવા વર્ષમાં પોલીસગીરી બતાવી હતી અને તેના સીન વીંખી નાખ્યાં હતાં. બાદમાં મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવક સાથે ઝડપાયેલી યુવતી કોણ હતી અને ક્યાંથી આવી હતી તેની માહિતી મળી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: