મોરબી : ધોરણ-10માં નાપાસ થતાં અધિકારી બનવાના સપના સેવી રહેલી વિદ્યાર્થિનીનો આપઘાત

News18 Gujarati
Updated: June 9, 2020, 2:52 PM IST
મોરબી : ધોરણ-10માં નાપાસ થતાં અધિકારી બનવાના સપના સેવી રહેલી વિદ્યાર્થિનીનો આપઘાત
કીર્તિ.

GSEB 10th Result : આશાસ્પદ યુવતીના આપઘાતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ, પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી જિલ્લા (Morbi District) સહિત રાજ્યભરમાં આજે ધોરણ 10નું પરિણામ (GSEB 10th Board Result) જાહેર થયું છે, જેમાં ક્યાંક ખુશી છે ક્યાંક ગમનો માહોલ છે. અમદાવાદ (Ahmedabad) ની બે વિદ્યાર્થિનીએ આ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે પરંતુ મોરબી તાલુકાના પીપળીયા ગામે (Pipaliya Village) આ પરિણામે શોકનો માહોલ ઉભો કરી દીધો છે. મોરબી તાલુકાના પીપીળીયા ગામે રહેતા અને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા મગનભાઈ જાદવની પુત્રી કીર્તિ જાદવે એક વિષયમાં નાપાસ થતાં આપઘાત (Suicide) કરી લીધો છે.

કીર્તિ આજે ધોરણ 10નું પરિણામ આવતા એક વિષયમાં નાપાસ થઈ હતી. ભણવામાં આજ દિવસ સુધી હોંશિયાર રહેલી અને એક સફળ અધિકારી બની પોતાના પરિવારનું નામ રોશન કરવાના સપનાઓ સેવતી યુવતી કીર્તિ મગનભાઈ જાદવે પોતેએક વિષયમાં નાપાસ થયાની જાણ થયાની સાથે જ ગામમાં આવેલા તેના ઘરે જઈને ગળેટૂંપો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આશાસ્પદ યુવતીના મોતથી જાદવ પરિવારમાં અને પીપળીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો :  ધોરણ-10 પરિણામ : 291 સ્કૂલનું 100% પરિણામ, 174 સ્કૂલનું પરિણામ 0%

સફળતા અને નિષ્ફળતા એ જીવનનો ભાગ છે ત્યારે શું આત્મહત્યા કે ખોટું પગલું ભરવાથી આ પરિણામ સુધરી જાય? વિદ્યાર્થીઓ આવું પગલું ન ભરી અને તેનો યોગ્ય રસ્તો કાઢી શાંતિપૂર્વક વિચાર કરે તે જરૂરી છે.

પીપળીયા ગામે વિદ્યાર્થિનીનો આપઘાત.


પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયાના જણાવ્યા અનુસાર મગનભાઈના ચાર સંતાનોમાં કીર્તિ સૌથી નાની હતી. કીર્તિ હંમેશા ભણવામાં સારા નંબર મેળવતી હતી ત્યારે અચાનક જ એક વિષયમાં નાપાસ થતાં તેણીએ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા વધુ કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.આ પણ વાંચો : ડાંગના રાજવી પરિવારનું પંચધાતુનું ચોરાયેલું કડુ પરત મળ્યું, માન્યતા પ્રમાણે ચોરે માનસિક સંતુલન ગુમાવ્યું!
First published: June 9, 2020, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading