Home /News /kutchh-saurastra /રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો માસ્ક પહેરે છે, શું છે આ માસ્કનું કારણ?

રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો માસ્ક પહેરે છે, શું છે આ માસ્કનું કારણ?

રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો માસ્ક પહેરે છે

Morbi people still wear masks: કોરોના કાળ બાદ લોકોએ સ્વૈચ્છીક રીતે માસ્કથી મુક્તિ લઈ લીધી છે, પરંતુ રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો માસ્ક પહેરે છે.

    મોરબી: કોરોના કાળ બાદ લોકોએ સ્વૈચ્છીક રીતે માસ્કથી મુક્તિ લઈ લીધી છે, પરંતુ રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો માસ્ક પહેરે છે. જોકે, કારણ કોરોના નથી પરંતુ માસ્ક પહેવાનું કારણ ધૂળ છે. મોરબીમાં સિરામિક કારખાનાઓના કારણે ઉડતી ધૂળના લીધે લોકોને મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે. મોરબી શહેર ધૂળમાંથી ટાઇલ્સનું ઉત્પાદન કરતુ શહેર છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં ઊડતી ધૂળ લોકો માટે મુસીબત બની છે. શહેરમાં અનેક રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેનાથી વાહન ચાલકો, દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો વળી ઉડતી ધૂળ આંખમાં અને મોંમા પણ જાય છે.

    સ્થાનિકોનું કહેવુ છે કે, કોરોનાની વેક્સિન તો આવી ગઈ છે પરંતુ ધૂળના કારણે બગડેલા ફેફસા સારા કરવાની વેક્સિન આવી નથી. જેને કારણે લોકોને મોંઢે રૂમાલ બાંધવો પડે છે. સ્થાનિકોને આ ધૂળને કારણે ફેફસાની બીમારી, શ્વાસની બીમારી, પથરી જેવા રોગોની ભીતિ છે. તો વળી તૂટેલા રોડને કારણે ડમરીઓ પણ ઉડી રહી છે. સ્થાનિકો વહેલી તકે રોડ-રસ્તાના સમારકામની માગ કરી રહ્યા છે. જેથી ધૂળમાંથી મુક્તિ મેળવી લોકો રોગના ભયથી પણ મુક્ત થાય.

    મોરબી આમ તો સિરામિક સીટી કહેવાય છે, જે સીટી ધૂળમાંથી ટાઇલ્સનું ઉત્પાદન કરીને દેશની જીડીપીમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં ઊડતી એ ધૂળ શરીરમાં જવાથી નુકશાન જ થાય છે. હાલમાં કોરોનાના કારણે માસ્ક પહેરવાથીથી લોકો છૂટ્યા છે, પરંતુ મોરબીમાં હવે ધૂળને કારણે મોઢે રૂમાલ બાંધીને નીકળવું ફરજિયાત બની ગયું છે.


    આ પણ વાંચો: રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું

    જેમાં મોરબી શહેર માં અનેક રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેનાથી ખાસ કરીને ટુ વ્હીલર કે પગપાળા જતાં લોકો અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોને તેમજ મોટાઓને પણ આંખમાં અને મોઢામાં ધૂળ જાય છે અને લોકોને મોઢે રૂમાલ બાંધીને ફરજીયાત નીકળવું પડી રહ્યું છે. કોરોના કાળમાં માસ્ક પહેરવું ફરજીયાત હતું અને હજુ પણ માસ્ક પહેરવું હિતાવહ છે. પરંતુ મોરબીના લોકો માટે કોરોના કરતા ધૂળની ઊડતી ડમરીઓને કારણે રૂમાલ બાંધવો વધુ જરૂરી બન્યો છે. કેમ કે, કોરોનાની વેક્સિન તો આવી ગઈ છે પરંતુ ધૂળના કારણે બગડેલા ફેફસા સારા કરવાની વેક્સિન આવી નથી.

    આ ધૂળની ડમરીઓને કારણે લોકો ભવિષ્યમાં અનેક રોગોનો ભોગ બની શકે છે. જેમ કે, ફેફસાની બીમારી, શ્વાસની બીમારીઓ, પથરી જેવા રોગો પણ થઈ શકે છે. મોરબીમાં તૂટેલા રોડને કારણે આ ડમરીઓ ઉડી રહી છે. રોડ તો બને છે પરંતુ તે રોડ ગુણવતાયુક્ત બનતો નથી જેથી ટૂંક સમયમાં રોડ તૂટી જાય છે અને એની નીચેથી નીકળેલી ધૂળ લોકોના શરીરમાં પ્રવેશીને રોગ સ્વરૂપે બહાર આવે છે. જેથી વહેલામાં વહેલી તકે મોરબીમાં રોડ રસ્તા સારા બનાવવામાં આવે અને શહેરને ધૂળમાંથી મુક્તિ અપાવીને ભવિષ્યમાં થતા રોગોના ભયમાંથી મુક્તિ અપાવે એવી લોકોની તંત્ર પાસે માંગણી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Mask, Morbi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन