મોરબી : માનવતા મરી પરવારી! C.T સ્કેનમાં ઉઘાડી લૂંટ, રાતોરાત ભાવ ડબલ થઈ ગયા

મોરબી : માનવતા મરી પરવારી! C.T સ્કેનમાં ઉઘાડી લૂંટ, રાતોરાત ભાવ ડબલ થઈ ગયા
મોરબીમાં CT સ્કેનની લાઇનમાં ઉભેલા લોકોની તસવીર

જો લેબોરેટરી અને સિટીસ્કેન ધારકો પોતાની નીતિ નહિ બદલે તો દર્દીના સગાઓ દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે

 • Share this:
  અતુલ જોશી, મોરબી: મોરબીમાં (Morbi)  છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે રોજના અનેક લોકો પોઝિટિવ અને અનેક લોકોના મોત છતાં કોરોના થોભવાનું નામ નથી લેતો આવા સમયે મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન (CT Scan Operators) કરતા સંચાલકો એ માનવતાં નેવે મૂકી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે લોકો ડોક્ટરોને ભગવાનના દરજ્જે જુવે છે પણ મોરબીમાં લેબોરેટરી અને સીટી સ્કેન ધારકોએ જાણે બિલ્ડીંગ અને મશીનોનો ખર્ચ કોરોનાનામાંથી કાઢવાનો હોય તેમ આડેધડ ભાવમાં વધારો ઝીકવામાં આવી રહ્યો છે.

  લેબોરેટરી અને સિટીસ્કેનમાં મજા આવે એવા ભાવ લેવામાં આવી રહ્યા છે કાલ સુધી જે રિપોર્ટના બે હજાર હતા તેના આજે ત્રણ અને ચાર હજાર કરી નાખ્યા હોવાનું દર્દીઓએ જણાવ્યું છે અને બદલામાં ફક્ત કાચી પહોચ આપી રહ્યા છે.માણસની આર્થિક સ્થિતિ કે તેની કોઈ અવસ્થા જોવામાં નથી આવી રહી ફક્ત એક જ વાત એડવાન્સ રૂપિયા આપો અને તમારું નામ લખવો વારો આવે ત્યારે બોલાવવામાં આવશે મોરબી માં હાલ આવા સિટીસ્કેન ધારકોની છબી ખરડાઈ રહી છે.  આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

  કોરોના જેવી મહામારી બીમારીમાં લોકો મદદ માટે સ્વખર્ચે કેમ્પ કોવિડ સેન્ટર ખોલી રહ્યા છે ત્યારે આવા સીટી સ્કેન કરતા ડોક્ટરો દ્વારા જાણે કમાવવાની મોસમ ખીલી હોય તેમ બેફામ ભાવ લેવામાં આવી રહ્યા છે જે અત્યંત શરમજનક બાબત છે.જો કે અહીંયા નું અહીંયા જ છે જે ડોકટરોએ આ મહામારીમાં ગરીબોનું શોષણ કર્યું છે એ કુદરતનો ગુનેગાર છે અને તેની સજા આજ નહિ તો કાલે ભોગવવા તૈયાર જ રહે હાલ તો મોરબી વાસીઓ પોતાના સ્વજનો માટે ગરીબ હોય કે પૈસાદાર કઈ પણ કરી છૂટવા કોઈ પણ ભોગે સજ્જ થઈ ગયા છે.

  ત્યારે આવા સમયે આવા લેભાગુ તત્વોએ માઝા મૂકી છે સાથે જ જો આવા લેભાગુ તત્વો આગામી સમયમાં પોતાનું સ્ટેન્ડ નક્કી નહિ કરે તો આધાર પુરાવાઓ સાથે કોર્ટમાં પણ ઢસડી જવા એક દર્દીના પરિવારજને નક્કી કરી લીધું છે દર્દીના સગાના જણાવ્યા અનુસાર રૂપિયા લીધાની ફક્ત ચિઠ્ઠી આપવામાં આવે છે જેમાં કોઈ જીએસટી નમ્બર પણ લખવામાં નથી આવતો કે આ સિવાય કોઈ પાકી પહોંચ પણ આપવામા નથી આવતી આ સાથે જ ફોનમાં પણ ઉડાઉ જવાબ આપવામા આવે છે.

  આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

  આ સમયે મોરબી ઇન્ડિયન મેડિકલ એશો.દ્વારા પણ મધ્યસ્થી કરી મોરબીના લોકો માટે યથાયોગ્ય કરવું જોઈએ કેમ કે જો આવું નહિ કરે તો કોરોના તો જતો રહેશે અનેંલોકો પણ મજબૂરી માં શોષણ થવા દેશે પણ જે ડોક્ટરો અને આવી લેબોરેટરી તરફી જે માન  અને આદર છે એ મોરબી વાસીઓમાં ગુમાવી બેસશે ત્યારે આગામી સમયમાં આવા લેબોરેટરી અને સીટી સ્કેન ધારકો ડોક્ટરો મહામારી માં મદદ માટે ગરીબ પરિવારોની વ્હારે આવે એ અત્યંત આવશ્યક છે.
  Published by:Jay Mishra
  First published:April 13, 2021, 22:33 pm

  ટૉપ ન્યૂઝ