મોરબી : પુત્રએ માતાને નીચે પટકી સાવરણીથી માર મારવાનો મામલો, પોલીસે પુત્રની શાન ઠેકાણે લાવી દીધી - Video

મોરબી : પુત્રએ માતાને નીચે પટકી સાવરણીથી માર મારવાનો મામલો, પોલીસે પુત્રની શાન ઠેકાણે લાવી દીધી - Video
પુત્રએ માતાને સાવરણીથી માર માર્યો

અન્ય કોઈ બનાવ જિલ્લામાં ન બને એ માટે કડક હાથે કાર્યવાહી કરી અને પુત્રની શાન ઠેકાણે લાવી દીધી છે.

  • Share this:
    અતુલ જોશી, મોરબી : તાલુકાના કાંતિપુર ગામે માતાને પુત્ર દ્વારા માર મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ : પોલીસે સપ્તાહ પૂર્વે જ કાર્યવાહી કરી નાખી હોવાનો ખુલાસો થયો છે. મોરબી તાલુકાના કાંતિપુર ગામે માતાને દિકરા દ્વારા ઢસડીને માર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આ વીડિયો એક સપ્તાહ પૂર્વે હોવાનું અનુમાન હોવાનું પોલીસે જણાવ્યું છે

    વિડીયોની વિગત જોવા જઈએ તો, મોરબીના કાંતિપુર ગામમાં વૃધ્ધ માતાને દિકરો માર મારતો હોય તેવો વિડિયો વાયરલ થયો હતો. જેમાં કાંતિપુર ગામના રંભાબેન પરમાર નામની વૃધ્ધ માતાને તેના દિકરા મનસુખ પરમાર નામના દીકરાએ સાવરણીથી માર મારવામાં આવી રહ્યો છે ત્યારે આ વીડિયો કાંતિપૂર ગામનો જ હોવાની માહિતી તેના સરપંચ ઇસવરભાઈ પાસેથી મળી હતી.જોકે, બે દિવસ પૂર્વે જ મધર્સ ડે ની ઉજવણી લોકો દ્વારા કરવામાં આવી છે ત્યારે માતાને આ રીતે પુત્ર દ્વારા માર મારવામાં આવતા નિંદા થઈ રહી છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યોં છે.



    આ પણ વાંચો - છોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

    આ વીડિયો વાયરલ થતાં જ મોરબી એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા હતા, જેમા વિડીયો વાયરલ થતા વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા જણાવ્યું હતું કે, મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર ગોઢાણીયા દ્વારા જ્યારે બનાવ બન્યો ત્યારે જ તેના પુત્ર મનસુખ અને વીડિયો ઉતારનાર એટલે કે તેના નાના ભાઈ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.



    જોકે, મા તે મા બીજા બધા વગડા ના વા આ ઉક્તિ આ રંભાબેનના કિસ્સામાં પણ જોવા મળી હતી, જેમાં પુત્ર દ્વારા કરવામાં આવેલી આ હરકત સામે તેઓ પુત્રની કોઈ બદનામમી ઈચ્છતા ન હોવાનુ જણાવી તેને માફ કરી દેવા જણાવ્યું છે અને તેનો પુત્ર તેને ક્યારેય મારે જ નહિ આવો વિશ્વાસ વ્યક્ત કરી પોતાના પુત્ર સામે કોઈ કાયદાકીય પગલાં ન ભરવા તેમજ હેરાન ન કરવા પણ પોલીસ અને મીડિયાને આજીજી કરી હતી. આમ છતાં પોલીસે ભૂતકાળમાં લીધેલા અટકાયતી પગલાં સમયે આવો અન્ય કોઈ બનાવ જિલ્લામાં ન બને એ માટે કડક હાથે કાર્યવાહી કરી અને પુત્રની શાન ઠેકાણે લાવી દીધી છે.
    Published by:kiran mehta
    First published:May 11, 2021, 20:37 pm