મોરબી: વ્રજ હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, બંગાળ અને મુંબઈની ચાર યુવતીઓ સહિત બે ઝડપાયા

હોટલ અને આરોપીઓની તસવીર

હોટલની આડમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું ખુલ્યું હતું જેમાં વ્રજ હોટલના માલિક ઘનશ્યામ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં (Morbi) ભૂતકાળમાં અનેક જગ્યાએ દેહવિક્રયના (Prostitution) દુષણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મોરબી શહેરના મધ્યમાં જ આવું દુષણ શરૂ થયાની માહિતી પોલીસને (police) મળતા પોલીસે કડક હાથે કામગીરી કરી હતી. જેમાં મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં (Vraj Hotel & Guest House) બહારથી લલનાઓને (callgirls) બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની ચોક્કસ બાતમી મોરબી પોલીસને મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે વ્રજ હોટેલમાં દરોડો પાડ્યો હતો.

  અને આ હોટલમાં ડમી ગ્રાહક મોકલવાનો પ્રી પ્લાન ઘડી અને દુષણ દૂર કરવા કમર કસી હતી. જેમાં એ ડિવિઝન પોલીસે ગતરાત્રે પોલીસ સ્ટાફ આ હોટલમાં પ્રથમ ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસની રેડમાં આ હોટલની આડમાં દેહવ્યાપારના ગોરખધંધા થતા હોવાનું સામે આવ્યું છે.

  જેમાં ડીવાયએસપી રાધીકા ભારાઈએ જણાવ્યું હતું કે મોરબી શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલ વ્રજ હોટલના માલિક અને મેનેજર બહારથી લલના બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

  જેના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો અને હોટલની આડમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું ખુલ્યું હતું જેમાં વ્રજ હોટલના માલિક ઘનશ્યામ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે પોલીસના દરોડા દરમિયાન હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી.

  આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

  આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

  જેમની પાસે હોટલના સંચાલકો દ્વારા દેહવિક્રયનો ધંધો કરાવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે કેટલા સમયથી આ કૂટનખાનું ચાલતું હતું અને આ ગોરખધંધામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published: