અતુલ જોશી, મોરબી : મહિલા અને બાળકીઓ પર અત્યાચારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મોરબીમાં એક સગીરાને એક્ટીવા શીખવાડવાનું કહી છેતરીને લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી જેલના સળીયા ગમતા કરી દીધા છે.
મોરબીમા રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરીયાદ બી ડિવિઝન પોલીસ મથકે પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ તેમજ મદદગારીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં સગીરાના પિતાએ વિજય તેજા અગેચાણીયા નામના વ્યક્તિએ સગીરાનું અપરહણ કર્યું હતું અને બાદમાં માળિયા મી. રહેતા ડાડો મિયાણાના ઘરમાં સગીરા સાથે આરોપી વિજયએ દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી આરોપીઓની શોધખોળ દરમિયાન બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા સહિતની ટીમે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિજય તેજા અગેચણિયા આરટીઓ નજીકની ધૂતારી પાસેથી ધરપકડ કરી છે, જ્યારે ડાડો હુશેન મોવર જાટેબમિયાણાને પણ મોરબી બી ડિવિઝન પોલીસ મથક નજીકથી ધરપકડ કરી ગુનામાં વોરાયેલા એક્ટિવા ન. GJ 03 HL 8740 ને પણ કબ્જે કરી બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા બી ડિવિઝન પોલીસે જેલ વોરન્ટ ભરી બંનેને મોડી સાંજે જેલ હવાલે કર્યા હતા સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાઓ આચાર્ય છે કે કેમ એ અંગે તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર