મોરબી જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખનાં ભાઈને ચૂંટણીમાં મશ્કરીમાં શરત લગાવવી ભારે પડી, માથાભારે શખ્સે જીવવું હરામ કરી દીધું

આરોપીની ધરપકડ

મોરબી જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખનાં ભાઈને ધમકી, ચૂંટણીમાં લાગેવલી શરતના રૂપિયા લેવા ખોટી અરજીઓ કરી ધમકી આપી. નિવૃત પોલીસમેનને હથિયાર સાથે પકડી પાડ્યો છે.

 • Share this:
  અતુલ જોશી, મોરબી : જીલ્લા પંચાયતની ચૂંટણીમાં એક હજારથી વધુ મત આવે તો દસ લાખ વસુલવાનો વાયદો નિવૃત પોલીસમેનને ભારે પડ્યો છે. આરોપી ભૂતકાળમાં પોલીસ વિભાગમાં ડ્રાઇવર હોવાથી કાયદા થોડા જાણતો હોવાથી અધિકારીઓ વિરુદ્ધ ખોટી અરજીઓ કરી તેમને દબાણમાં લઈ, જુગારનો અખાડો પણ ચલાવતો હતો. માળીયા પોલીસે મેગેજીન વાળી પીસ્તોલ, જીવતા કાર્ટીસ નંગ-૧૨, કાર સહીત કુલ કી.રૂ. ૭,૧૬,૭૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

  માળીયામીના સરવડ ગામના વતની અને ભુતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાના ભાઈએ ગત યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શરત લગાવી હતી, જેમાં મશકરીમાં કરેલી શરત ભારે પડી હતી. આ શરત મુજબ એક હજાર મત આવે તો એક લાખ રૂપિયા આપના એવી શરત લગાવી હતી. બસ આ શરતના પૈસાની પઠાણી ઉઘરાણીએ શાંતીથી જીવવું હરામ કરી દીધુ.

  શું છે મામલો

  આ બનાવની ઉંડાણ પૂર્વક વિગત જોઈએ તો મૂળ મોરબી જીલ્લાના માળિયા મી.તાલુકાના સરવડ ગામના વતની મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ ચીખલીયા (રહે. મોરબી) વાળાએ આરોપી પરબત ભવાનભાઇ હુંબલ (રહે. મોટા દહીસરા તા.માળીયા)વાળા વિરૂધ્ધ ગત જિલ્લા પંચાયતની ચુંટણીમાં મત મળવા અંગે આરોપી પરબત સાથે શરત કરી હતી અને એક હજારથી વધુ મત આવે તો તેને એક લાખ આપવાના તેમ ફરિયાદી સાથે શરત મૂકી હતી. જોકે આરોપી પરબત હુબલ દ્વારા એક લાખને બદલે દસ લાખની માંગણી શરૂ કરવામાં આવી હતી. જેમાં બાદમાં દસ લાખનું આઠ લાખમાં સેટિંગ થયું હતું. જેમાં આરોપી પરબતે આ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને આ રૂપિયા ઉઘરાવવા તેણે ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા વિરુદ્ધ ખોટી અરજીઓ કરવાનું શરૂ કરી દીધું હતું.

  આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

  આ મામલાથી કંટાળી આ સમયે કિશોર ચીખલીયાએ એક લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને સાત લાખ રૂપિયા આપવાના બાકી રહેતા હતા, આ મામલે આરોપી પરબત હુંબલ દ્વારા અવાર નવાર માર મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો, આ સિવાય ફરીયાદી નરેન્દ્રભાઈ તથા તેમના ભાઇ કિશોરભાઈના પત્ની અસ્મિતાબેન (જિલ્લા પંચાયત મોટા દહીસરા સીટના સદસ્ય) આ તમામને ખોટા ગુનાઓમાં ફિટ કરાવી દેવા, તેમજ ઉચ્ચકક્ષાએ આત્મવિલોપન કરવાની ખોટી અરજીઓ કરી ફરીયાદી નરેન્દ્ર ભાઈ તથા તેના ભાઈ અને સાક્ષી કિશોરભાઇ ચીખલીયા પાસેથી બળજબરીથી રૂપીયા ૭,૦૦,૦૦૦/- નકકી કરી તે પૈકી રૂપીયા ૧,૦૦,૦૦૦/- પડાવી લીધા હતા.

  આ પણ વાંચોવિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ

  આ મામલે ફરિયાદી નરેન્દ્રભાઈ ચીખલીયાએ માળીયા મી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરબતભાઇ ભવાનભાઇ હુંબલ આહીર (ઉ.વ. ૫૮, રહે. હાલ રહે. કુબેરનગર, નવલખીરોડ, અક્ષરધામ પાર્ક સોસાયટી, મોરબી મુળ રહે. મોટા દહીસરા તા.માળીયા મિ. જી.મોરબી) વાળા વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૮૬,૫૦૪,૫૦૬(૨),૫૦૭ હેઠળ ગુનો નોંધી આરોપી પરબતને પકડવા શોધખોળ હાથ ધરી હતી, જેમાં આરોપીને પોલીસે ઝડપી પાડી કાર ચેક કરતા કારમાંથી એક દેશી બનાવટની મેગ્જીન વાળી પીસ્તોલ નંગ-૦૧ (કિ.રૂ.૧૦,૦૦૦/-) તથા જીવતા કાર્ટીસ નંગ-૧૨ (કી.રૂ. ૧૨૦૦/-) તથા મોબાઇલ ફોન નંગ-૦૨ (કી.રૂ. ૫૫૦૦/-) મળી કુલ કી.રૂ. ૭,૧૬,૭૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ જે કબ્જે કરી માળીયા (મિ.) પોલીસ મથક ખાતે આરોપી પરબત હુંબલ વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ હેઠળ પણ ગુન્હો દાખલ કરાયો હતો.

  કોણ છે ખંડણી માંગનાર આરોપી પરબત હુંબલ?

  મોરબી એસપી સુબોધ ઓડેદરાએ ન્યુઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાના ભાઈ પાસે શરત લગાડી વધુ રૂપિયા વસુલનાર અને ખંડણી તેમજ ધાક ધમકી આપનાર આરોપી પરબત ભવાનભાઇ હુંબલ આ અગાઉ રાજકોટ રૂરલ જિલ્લામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો અને ત્યાર બાદ પરબત હુંબલ આશરે સાત આઠ વર્ષ પહેલા સ્વૈછીકપણે રાજીનામુ આપેલ હતું અને આરોપી પોતાની મોટા દહીસરા ખાતે આવેલ વાડી ખાતે જીમખાનાનુ લાયસન્સ મેળવી જીમખાનાના ઓઠા હેઠળ જુગારની પ્રવૃતિ ચલાવતો હોવાનું પણ પોલીસને ધ્યાને આવેલ હતુ.

  આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

  આરોપી પરબત ભૂતકાળમાં પોલીસમાં ફરજ બજાવતો હોય કાયદાનો જાણકાર હોવાથી પોતે ચલાવતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કોઇ પોલીસ અધિકારી અડચણ કરવાની અથવા દરોડા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ કરે તો આરોપી પરબતભ ભવાનભાઇ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરતી અરજીઓ કરી પોલીસ અધિકારીઓ કર્મચારીઓને દબાણમાં લાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિઓ બેરોકટોક ચાલુ રહે તેવા આશયથી આવી અરજીઓ વિગેરે કરવાની વૃતિ ધરાવતો હતો.

  આ પણ વાંચોઅમદાવાદ : મુંબઈની 2 યુવતીઓ રેલવે સ્ટેશન બહાર એવું કામ કરતા પકડાઈ કે જેલ જવાનો આવ્યો વારો

  આ ઉપરાંત આરોપી મોરબી જિલ્લા વિસ્તારમાં પોતાની ધાકથી ગેરકાયદેસર હથિયારો રાખવા, બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી ઉઘરાવવી વિગેરે જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં પણ કાર્યરત હોવાનું જણાઇ આવેલ હતું, સાથે જ આ નિવૃત પોલીસમેન પરબત હુંબલ સામાન્ય લોકોને ડરાવી, ધમકાવી, બળજબરીથી ખંડણી ઉઘરાવાનો તથા ગે.કા.રીતે જુગારનો અખાડો ચાલવતો હોય જેને ગે.કા.રીતે હથિયાર તથા જીવતા કાટીર્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. અને આરોપી વિરૂધ્ધમાં ખંડણી ઉઘરાવવા, ગેર કાયદેસર રીતે હથિયાર રાખવા અંગેના ગુના નોંધાયેલ છે, જે ગુનાની વધુ તપાસ ચાલી રહી છે. જો આગામી સમયમાં કોઈ અન્ય પ્રવૃત્તિઓ સામે આવશે તો ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું મોરબી ડીવાયએસપી રાધીકા ભારાઈએ જણાવ્યું છે.
  Published by:kiran mehta
  First published: