Home /News /kutchh-saurastra /

મોરબી : મીની ટ્રકમાંથી 2500 લીટરનો બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

મોરબી : મીની ટ્રકમાંથી 2500 લીટરનો બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

બાતમીના આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે રેડ પાડી મોટી માત્રામાં બાયોડિઝલ ઝડપી પાડ્યું છે.

    અતુલ જોશી, મોરબી : તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે, શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે ટાટા-૪૦૭ ગાડીમાં લોખંડના ટાંકામાંથી બાયો ડીઝલનો જથ્થો 2500 લીટર કિ.રૂ. 1,75,000/- તથા ગાડી, ટાંકો, ફયુલપંપ રોડક રકમ, મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩,૫૮,૨૧૦/- નો મુદામાલ મોરબી એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે.

    મોરબી જીલ્લાની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રેન્જ આઈજી અને મોરબી એસપીને બાયોડિઝલ માફિયાઓ પર લગામ કસવા સૂચના આપી હતી, જેના ભાગ રૂપે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીપીઆઈ વી.બી.જાડેજાને સુચના આપતાં એલ.સી.બી. સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા.

    આ પણ વાંચો - કરૂણ દુર્ઘટના: એક જ પરિવારના 6 લોકોના કરંટ લાગતા મોત, એક પછી એક બચાવવા ગયા અને...

    આ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે રેઇડ કરતા ટાટા-૪૦૭ ગાડી નં. GJ-02-U-9273 વાળીના ઠાઠામાં લોખંડનો ટાંકો ફીટ કરી તેની સાથે ફયુલપંપ નળીઓ લગાવી ગે.કા. રીતે બાયો ડીઝલનુ વેચાણ કરી રહ્યા હતા, જે રેઇડ દરમ્યાન ટાટા-૪૦૭ તથા બાયો ડીઝલ આશરે ૨૫૦૦ લીટર કિ.રૂ. ૧,૭૫,૦૦૦/- નો જથ્થો તથા ટાંકો, ફયુલપંપ ગાડી, મોબાઇલ ફોન નંગ-૦૧ તથા બાયો ડિઝલ વેચાણના રોકડા રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૮,૨૧૦/- નો મુદામાલ મળી આવતા સીઆર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

    આ પણ વાંચો - ખેડૂતો માટે રાહતના સમાચાર: આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ધોધમાર વરસાદ રહેશે?

    ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ બાયોડિઝલ માફિયાઓ પર કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેમાં મોરબી પોલીસે ભૂતકાળમાં પણ અનેક બાયોડિઝલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં આજે મોટો જથ્થો એલસીબીએ પકડી પાડતાં બાયોડિઝલ મળવું મુશ્કેલ બની ગયું હતું, જેના લીધે બાયોડિઝલના ભાવ પણ આસમાને ચડી ગયા હતા અને એક લિટરે સિધાં જ દસથી પંદર રૂપિયાનો વધારો બાયોડિઝલ માફિયાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે હાલ મોરબી પોલીસ દ્વારા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Morbi Crime, Morbi News, Morbi Police

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन