મોરબી: જાહેરમાર્ગો પર ખતરનાક બાઈક સ્ટંટ, લબરમૂછીયાઓના આવારા ખેલનો Video વાયરલ

મોરબી: જાહેરમાર્ગો પર ખતરનાક બાઈક સ્ટંટ, લબરમૂછીયાઓના આવારા ખેલનો Video વાયરલ
મોરબીમાં બાઈક સ્ટંટના વીડિયો વાયરલ

મોરબીના યુવાનોએ જુદા જુદા ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગો ઉપર બાઈક અને મોપેડ રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ કર્યા. પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આવા આવારા તત્વોને ઝડપી પાડવા પોલીસે નંબર જાહેર કર્યો

 • Share this:
  અતુલ જોશી, મોરબી: શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વો ધૂમ સ્ટાઇલ બાઇકથી સ્ટંટ કરવાની ઘટનાઓ લોકોને નજરે પડે છે, ત્યારે સોશિયલ મીડિયામાં એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર મોરબીના યુવાનોએ જુદા જુદા ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગો ઉપર બાઈક અને મોપેડ રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ કર્યા છે.

  તાજેતરમાં રાજકોટમાં બે યુવાનો રોડ ઉપર પોતાની કાર આડી રાખીને ગીત ગાતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં મોરબીના શનાળા રોડ ઉપર પણ એક ધૂમબાઇક ચાલકે વાહન રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આવા વીડિયો એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર જુદા જુદા આઈડી પરથી વાયરલ કરાયાં છે, જે મોરબીના શનાળા રોડ, રેલવે સ્ટેશન, નવલખી રોડ સહિતના વિસ્તારોમાં આ ગેંગ ખેલ કરતા હોય તેવું નજરે પડે છે.  આ પણ વાંચોરાજકોટમાં 'ઉલ્ટી ગંગા' જેવો કિસ્સો : વિધવા પુત્રવધુએ વૃદ્ધ સાસુને જીવતા સળગાવ્યા, પરિવાર વેરવિખેર

  આ વિડીયોમાં યુવાનો પોતાના મોપેડ અને ધૂમ બાઇક સ્ટાઈલમાં સ્ટંટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે. આ દરમિયાન રીક્ષા અને એસટી બસ સહિતના વાહનો બ્રેક લગાવીને ઉભા રહી જાય છે. યુવાનના આ સ્ટંટથી રોડ ઉપર ક્ષણભર ટ્રાફિક પણ સર્જાય છે. બાદમાં આ યુવાન બાઇક લઈને જોખમી રીતે સાપોલીયાની જેમ ત્યાંથી ફૂલ સ્પીડે ચાલ્યો જાય છે. આ સ્ટંટનો વીડિયો ત્યાં રોડ ઉપરની જ કોઈ દુકાનના ઉપરના માળેથી બીજા વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે.  તો બીજા વિડીયોમાં મોપેડ પરથી ગીત પર ડાન્સ કરતો યુવાન જોવા મળે છે. ત્રીજા વીડિયોમાં એજ યુવાન ચાલુ મોપેડ પરથી રોડ પર ઉતરી સ્ટંટ કરતો જોવા મળે છે અને બાદમાં આ તમામ વીડિયો એમએક્સ ટકાટક નામની એપ્લિકેશનમાં અયાન મિયા નામની આઇડીમાંથી અપલોડ કરવામાં આવ્યા છે. હાલ તો આ યુવાન કોણ છે અને ક્યાં રહે છે. તે કોઈ વિગતો જાહેર થઈ નથી. પણ એ વાત ચોક્કસ છે કે, રાજકોટની જેમ જ આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. માણસો આખા દિવસના થાકી અને માંડ પરિવાર અને બાળકો સાથે બહાર ટહેલવા નીકળતા હોય છે એ સમયે આવા આવારા તત્વો પણ પોતાના ખેલ કરવા બહાર છેલ્લા કેટલાક સમયથી નીકળે છે, જેને લઈને લોકોની મજા બગડી જાય છે.

  આ પણ વાંચોરાજકોટ : ચાર લુખ્ખાતત્વો હથિયારો લઈ પિતા-પુત્ર પર તૂટી પડ્યા, જુઓ મારા મારીનો LIVE Video

  ત્યારે મોરબી એસપી એસ આર ઓડેદરા સાથે વાત કરતા ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ તમામ આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આવા તત્વો મોરબીની પ્રજાને જોવા મળે તો તે જે તે વિસ્તારમાં સંબંધિત પોલીસમથકમાં અથવા મોરબી જીલ્લા કન્ટ્રોલ રૂમ 02822 243478 પર સંપર્ક કરી શકે છે. મોરબી પોલીસ ટિમ ત્વરીત ત્યાં પહોંચી આવા લુખ્ખાઓની શાન ઠેકાણે લાવશે હાલ આ વીડિયો બનાવનારા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા તત્વોની તપાસ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
  Published by:kiran mehta
  First published:March 17, 2021, 22:57 pm

  ટૉપ ન્યૂઝ