Home /News /kutchh-saurastra /

મોરબી : સબજેલમાં કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા વહોરી, પોલીસ દોડતી થઈ

મોરબી : સબજેલમાં કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા વહોરી, પોલીસ દોડતી થઈ

મોરબી જેલમાં આરોપીએ આપઘાત કર્યો

આરોપી ૧૦ થી ૧૫ દિવસ પહેલા ૩૭૬ના ગુન્હામાં જેલ હવાલે થયો હતો. બનાવની જાણ થતાં જ જેલતંત્ર અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી

    અતુલ જોશી, મોરબી : સબજેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે, જેમાં આજે બપોરે બે વાગ્યાની આસપાસ મોરબી સબજેલમાં પોકસો એક્ટ હેઠળ આરોપમાં રહેલા જૈનુર ઉર્ફે અબુદીન હૈદર કટિયા ઉ.વ.૨૮ નામના કેદીએ કર્યો ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ૧૦ થી ૧૫ દિવસ પહેલા ૩૭૬ના ગુન્હામાં જેલ હવાલે થયો હતો. બનાવની જાણ થતાં જ જેલતંત્ર અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી અને મૃતકના મૃતદેહએ પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોરાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય, પૂરતા દસ્તાવેજ ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલવો

    ઉલ્લેખનીય છે કે. આ બનાવની તપાસ હાલ મોરબી ડીવાયએસપીએ હાથ ધરી પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર પકડાયેલ આરોપી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં પણ આત્મહત્યા ના પ્રયાસો કર્યા હતાં, જેની નોંધ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી સાથે જ આરોપી દ્વારા કરવામાં આવતી હરકતોનું ધ્યાન પણ આરોપીને રજૂ કરતી વખતે પોલીસે કોર્ટનું દોર્યું છે.

    આ પણ વાંચોCorona રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગી જાય તો બીજો ડોઝ ક્યારે લેવાનો? આ રહ્યો જવાબ

    હાલ તો આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી મુનાફખાન પઠાણે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આવા બનાવો અવાર નવાર બનતા હોય છે પરંતુ આ બનાવમાં આરોપી આત્મહત્યા કરવાના પ્રયત્ન જ કરતો હતો અને અથાગ પ્રયત્નો કર્યા હોવા છતાં, આરોપી જૈનુલ આવી પ્રવૃતિઓ કરતો હતો ત્યારે આજે આરોપી જેનુલે આત્મહત્યા કરી લેતાં પોલીસે આ બનાવની હકીકત જાણવા અને તથ્યો ને આધારે સત્ય તપાસવા પોલીસે ટિમ બનાવી તપાસ હાથ ધરી છે.

    ત્યારે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે આ બનાવમાં ડીવાયએસપી સહિતની ટિમ હાલ ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી દીધી છે જે આગામી સમયમાં વધુ વિગતો મેળવી શકાશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Morbi News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन