મોરબી નગરપાલિકાનું ભારે હોબાળા વચ્ચે રૂ.242.71 કરોડનું બજેટ મંજૂર

News18 Gujarati
Updated: July 9, 2019, 9:17 PM IST
મોરબી નગરપાલિકાનું ભારે હોબાળા વચ્ચે રૂ.242.71 કરોડનું બજેટ મંજૂર
મોરબીની સમાન્ય સભાની તસવીર

જેટ સહિતના એજન્ડા અને મિનિટ બુકમાં છેડછાડ સહિતના મુદ્દે ભાજપના સભ્યે શર્ટ કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. આજની બેઠકમાં કોંગ્રેસના 24 અને ભાજપના 20 સભ્યો હાજર રહ્યા હતા.

  • Share this:
અતુલ જોશીઃ મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળાની વચ્ચે 242.71 કરોડનું બજેટ મંજૂર થયું છે. બજેટ સહિતના એજન્ડા અને મિનિટ બુકમાં છેડછાડ સહિતના મુદ્દે ભાજપના સભ્યે શર્ટ કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. આજની બેઠકમાં કોંગ્રેસના 24 અને ભાજપના 20 સભ્યો હાજર રહ્યા હતા.

મોરબી નગરપાલિકાની ચાર મહિના બાદ આજે સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના 20 અને કોંગ્રેસના 24 સભ્યોએ હાજરી આપી હતી. જનરલ બોર્ડમાં શરૂઆતથી જ ભાજપના વોર્ડ ન.૦૩ ના કાઉન્સિલર જયરાજસિંહ સહિતના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા પ્રમુખે એક નંબરનો એજન્ડા પેન્ડિંગ રાખીને બાકીના એજન્ડા ઉપર એક સાથે મતદાન કરવાનું કહેતા ભાજપે એવી માંગ કરી હતી કે દરેક એજન્ડા ઉપર મતદાન કરવામાં આવે. આ માટે સભ્યોએ વિરોધ નોંધાવવા માટે શર્ટ પણ કાઢ્યા હતા.

આ સાથે ભાજપના સભ્યોએ તેઓના વિસ્તારમાં કોંગ્રેસ શાસિત પાલિકા પાણી સફાઈ સહિતના પ્રશ્ને નિષ્ફળ ગયાનું તેમજ ભાજપે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી હોવાનું જણાવી ભારે ઉગ્ર વિરોધ કર્યો હતો જો કે આ સામાન્ય સભા હેમખેર રીતે પૂર્ણ થયા બાદ પ્રમુખે સભા દરમિયાન મિનિટ બુકમાં સાઈન ન કરી હોવા સહિતના વાંધા પણ ભાજપના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આમ સતત પોણા બે કલાક સુધી જનરલ બોર્ડમાં વિરોધ ચાલ્યો હતો.આ ઉપરાંત મતદાનમા કોંગ્રેસના એક સભ્ય તટસ્થ રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ઉપરાંત ભાજપે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી છેઆ જનરલ બોર્ડમાં પાલિકાના રૂ. 242.71 કરોડના બજેટને બહુમતના જોરે મંજૂરી મળી હતી.

જોકે મતદાનમા કોંગ્રેસના એક સભ્ય તટસ્થ રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ઉપરાંતઆ બજેટમાં સામાન્ય વહીવટ માટે રૂ. 224.50 લાખ, કરની વસુલાત માટે રૂ. 72 લાખ, બીજા કરો માટે રૂ. 78 લાખ, પ્રો.ફંડ, ગ્રેચ્યુટી અને પેનશન માટે રૂ. 590 લાખ પબ્લિક સેફટી( ફાયર સ્ટેશન) માટે રૂ. 145 લાખ, રોશની શાખા માટે રૂ. 250 લાખ, જાહેર તંદુરસ્તી ( પાણી પુરવઠો) માટે રૂ. 1117 લાખ, કોંઝવનસી માટે રૂ. 1185 લાખ, મેલેરિયા માટે રૂ. 45.80 લાખ, બાગ માટે રૂ. 85 લાખ, જાહેર બાંધકામ માટે રૂ. 1567 લાખ, ભૂગર્ભ ગટર માટે રૂ. 260 લાખ, ઝૂલતા પુલ માટે રૂ. 40 લાખ, વાંચનાલયો માટે રૂ. 1.81 લાખ, બાલ મંદિરો માટે રૂ. 25 લાખ, ગ્રાન્ટ અન્વયે ખર્ચમા 17839 અને અસાધારણ ખર્ચ માટે 439.27 લાખ ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત બજેટમાં આવકના સ્રોતમાં મ્યુ.ની રેઇટ્સ એન્ડ ટેક્સીસમાંથી રૂ. 1864.50 લાખ, સ્થાવર મિલકતમાંથી આવક રૂ. 483 લાખ, પરચુરણમાંથી રૂ. 1912.17 લાખ, નામદાર સરકાર તરફથી સહાયમાં રૂ. 19632 લાખ અને અસાધારણ આવકમાં રૂ. 387.85 લાખ મળીને 242.79 કરોડની આવક દર્શાવવામાં આવી છે.
First published: July 9, 2019, 8:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading