Home /News /kutchh-saurastra /Video: વિદેશ નહીં, મોરબીમાં આવું બન્યું, એકની પાછળ એક 30 વાહન અથડાયા

Video: વિદેશ નહીં, મોરબીમાં આવું બન્યું, એકની પાછળ એક 30 વાહન અથડાયા

હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે એક સાથે 30થી વધુ વાહનો અથડાયા

30 vehicles accident due to fog: મોરબીના હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે એક સાથે 30થી વધુ વાહનો અથડાયા, વાહનોને મોટું નુકસાન, હાઇવે પર ટ્રાફિકજામ

અતુલ જોશી, મોરબી: મોરબીનાં હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં ત્રીસથી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું જોર ઘટતાં ધુમ્મસ વધ્યું છે. આવામાં રાજ્યભરમાં આજે અક્સ્માતના બનાવો સામે આવ્યા છે. મોરબીના હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ થતાં પોલીસે ટ્રાફિક સામાન્ય કરાવવા કવાયત શરૂ કરી હતી. સાથે જ મોરબી એસપીએ ઘટનાની માહિતી મેળવી હતી.

વાહનો એકબીજા સાથે, ડીવાઈડર સાથે અથડાયા

મોરબી જીલ્લાના હળવદ માળીયા હાઇવે પર અણીયાળી નજીક આજે પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હાર માળા સર્જાઈ હતી. અહીં કુલ ત્રીસ જેટલા વાહનો એકબીજા સાથે અથવા તો ડીવાઈડર સાથે અથડાયા હતા. આ અકસ્માતનું મુખ્ય કારણ ધુમ્મસ માનવામાં આવી રહ્યું છે. હાલ કોઇ જાનહાનિની માહિતી સામે આવી નથી. પરંતુ ઘટનાને લીધે મુખ્ય ધોરીમાર્ગ ગણાતો કચ્છ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.


આ પણ વાંચો: લીંબડી-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત: કારનું પડીકું વળી ગયું, ચારનાં મોત

પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી

ઘટનાની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને કરવામાં આવતા તેમણે જાતે ઘટનાની ઝીણવપૂર્વકની માહિતી મેળવી, આ ટ્રાફિક ક્લિયર કરાવવા મોરબી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી ગઈ છે. બીજી બાજુ, હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે ના આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે ધુમ્મસનું વાતાવરણ રહ્યું હતું. છેલ્લા બે દિવસથી આ ધુમ્મસના લીધે અક્સ્માતમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબી નજીક હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસ વાહનોને અક્સ્માત સર્જતા અચરજ સર્જાયું હતું. હાલ પોલીસે બનાવની નોંધ કરી આગળની ઉંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Gujarat News, અકસ્માત