પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતાં પડી ગયા મોરબીના MLA બ્રિજેશ મેરજા, થયું જમણા ખભામાં ફ્રેક્ચર

પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતાં પડી ગયા મોરબીના MLA બ્રિજેશ મેરજા, થયું જમણા ખભામાં ફ્રેક્ચર
ઇજાગ્રસ્ત ધારાસભ્યની તસવીર

જમણા ખભાના હાથકમાં 4 જગ્યાએ ફ્રેકચર થયું હતું. ગાંધીનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં 5 નિષ્ણાત ડોક્ટરની પેનલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

  • Share this:
    અતુલ જોશી, મોરબીઃ મોરબી-માળીયા(મી)ના (Morbi) ધારાસભ્ય બ્રિજેશ મેરજા (MLA brijesh merja) બુધવારે રાત્રે નવ વાગા સુધી વિધાનસભામાં હાજરી આપી ગુરુવારે સવારે 6 વાગ્યે રાજકોટથી મોરબી (Rajkot to morbi) આવવા નીકળેલા તે દરમિયાન રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપી કારમાં બેસવા જતા હતા.

    ત્યાં રોડ પર પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતા પડી જવાને કારણે તેમના જમણા ખભા ઉપર ભારે મોટી ઇજા થતી હતી. તેમને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેતા ઓર્થોપેડિક સર્જને નિદાન કર્યું કે સીટી સ્કેન અને એક્સ રે માં જમણા ખભે ગંભીર ઈજાઓ પોહચી છે.



    જમણા ખભાના હાથકમાં 4 જગ્યાએ ફ્રેકચર થવાથી ઓપરેશન કરવું પડશે એટલે તાકીદે ત્યાંથી તેમને ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં 5 નિષ્ણાત ડોક્ટરની પેનલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

    આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

    આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

    આમ સૌની શુભેરછાથી ઓપરેશન સફળ રહ્યું છે અને જમણા ખભામાં ફ્રેક્ચર થયેલ હોય મોબાઇલ વાપરવામાં તકલીફ પડેલ હોય આ ગંભીર સર્જરીને ધ્યાનમાં લઇ 5 અઠવાડિયા સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે.



    તે જોતા 5 અઠવાડિયા તેઓ પ્રવાસ કે કાર્યાલયમાં મળી શકે તેમના હોઈ લોકોને તેમના કાર્યાલમાં પીએનો સંપર્ક કરવાનો રહેશે તેમજ મોરબી વિસ્તારના સંગઠનના આગેવાનો દ્વારા મદદ મેળવવાની રહેશે. તેમની 5 અઠવાડિયાની ગેરહાજરી અંગે ખેદ વ્યક્ત કરી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં આપેલ શુભેરછા બદલ સૌનો આભાર માન્યો છે.
    Published by:ankit patel
    First published:March 12, 2021, 21:52 pm

    ટૉપ ન્યૂઝ