મોરબી: અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 4 યુવાનોનાં મોત, મૃૃતકોમાં બે સગા ભાઈ અને સાળો-બનેવી શામેલ

અકસ્માતની પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇજાગ્રસ્ત દિનેશ શંભુભાઈ માળીયા ફાટક નજીક ચાર મૃતકોને લેવા આવ્યા હતા.

અકસ્માતની પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇજાગ્રસ્ત દિનેશ શંભુભાઈ માળીયા ફાટક નજીક ચાર મૃતકોને લેવા આવ્યા હતા.

 • Share this:
  અતુલ જોષી, મોરબી : મોરબીમાં  (Morbi) 28 જાન્યુઆરીના રોજ, આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત (Accident) થયો છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે બાઈક આવી ગઇ હતી. જેમા રાજસ્થાનના ઉદયપુરથી મોરબી આવેલા ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે તેને લેવા આવેલા વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે પ્રથમ મોરબી બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

  અકસ્માતની પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇજાગ્રસ્ત દિનેશ શંભુભાઈ માળીયા ફાટક નજીક ચાર મૃતકોને લેવા આવ્યા હતા.  મૃતકોના નામ

  તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ- 17)
  શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -19)
  સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -18)
  મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) - શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે.

  ભુજ: કારે બાઇક સાથે ઉભેલા ચાર લોકોને મારી ટક્કર, એક જ પરિવારનાં ત્રણ યુવાનોના મોત

  ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

  આ તમામને લેવા આવેલા મૂળ રાજસ્થાનના હાલ મોરબી રહેતા દિનેશ સંભુભાઈને ઇજાઓ થતાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

  ગુરુપુષ્ય નક્ષત્ર અને Poshi Poonamનો બને છે ગજકેસરી યોગ, આ મંત્રોનો જાપ કરાવશે ધનલાભ

  સીસીટીવી પરથી થશે આગળની તપાસ

  ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને બનાવની નોંધ કરી હતી. આ ઉપરાંત મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે. આ ચારેવ યુવાનોના અકસ્માતમાં મોત કરીને નાસી છુટેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

  ગઇકાલે પણ સર્જાયા હતા અકસ્માતના બે બનાવો

  ગઇકાલે પણ ગોંડલ-જેતપુર હાઈવે (Gondal Jetpur Highway) પર અકસ્માતના બે બનાવો સામે આવ્યા હતા. એક ઘટનામાં ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર સળગીને ખાક થઈ ચૂકી હતી. જ્યારે કે બીજી ઘટનામાં ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર ઉપર પલટી મારતા કારને નુકસાન થવા પામ્યું છે. ગોંડલ પાસે આવેલી ગુંદાળા ચોકડીથી થોડે દૂર કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. જોકે, બંને ઘટનામાં ચાલકોના આબાદ બચાવ થતા મોતને હાથતાળી આપ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
  Published by:Kaushal Pancholi
  First published: