Home /News /kutchh-saurastra /મોરબી: મચ્છુ-2 ડેમ ખાલી કરવામાં આવશે, મોરબીવાસીઓને જળસંકટનો સામનો કરવો પડશે?

મોરબી: મચ્છુ-2 ડેમ ખાલી કરવામાં આવશે, મોરબીવાસીઓને જળસંકટનો સામનો કરવો પડશે?

ડેમના દરવાજાના રીપેરીંગ માટે ડેમ ખાલી કરવામાં આવશે.

એપ્રિલ મહિનાના અંતમાં ડેમ ખાલી કરવાની વિચારણા છે. ડેમના દરવાજા રીપેરીંગ કરવા ડેમ ખાલી કરવાની મંજૂરી માંગવામાં આવી છે.

    અતુલ જોશી, મોરબી: મોરબીનો મચ્છુ-2 ડેમ ખાલી કરવામાં આવશે. એપ્રિલ મહિનાના અંતમાં ડેમ ખાલી કરવાની વિચારણા છે. ડેમના દરવાજા રીપેરીંગ કરવા ડેમ ખાલી કરવાની મંજૂરી માંગવામાં આવી છે. ડેમ ખાલી કરાશે ત્યારે 15 દિવસ સુધી ચાલે તેટલું પાણી મોરબીવાસીઓને મળી રહેશે. મોરબીવાસીઓને જળસંકટનો સામનો કરવો પડશે નહીં.

    ડેમના દરવાજાના રીપેરીંગ માટે ડેમ ખાલી કરવામાં આવશે


    મોરબી સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ -2 ડેમ રીપેર કરવાનું આયોજન કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. ડેમના દરવાજાના રીપેરીંગ માટે ડેમ ખાલી કરવામાં આવશે. મચ્છુ બે ડેમમાં હાલમાં રહેલા પાણીના જથ્થાને સૌની યોજનાથી અન્ય ડેમ કે સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે. મચ્છુ જળ હોનારત બાદ મચ્છુ બે ડેમ નવો બનાવ્યો હતો અને ત્યાર બાદ લગભગ ત્રણ દાયકા બાદ મચ્છુ 2 ડેમને ખાલી કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: હજુ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલાવશે વરસાદ

    5 દરવાજા રીપેરીંગ કરવાની કામગીરીને લઈને આ નિર્ણય


    મળતી માહિતી અનુસાર, મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના કુલ 38 દરવાજા પૈકી જર્જરિત હાલતમાં રહેલા 5 દરવાજા રીપેરીંગ કરવાની કામગીરીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી એપ્રિલ મહિનાના અંતમાં ડેમ ખાલી કરવાની વિચારણા હાલ ચાલી રહી છે. ડેમના દરવાજા રીપેરીંગ કરવા માટે ડેમને ખાલી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જોકે, ડેમ ખાલી કરાશે ત્યારે 15 દિવસ સુધી ચાલે તેટલું પાણી મોરબીવાસીઓને મળી રહેશે. જે બાદ મોરબીવાસીઓને જળસંકટનો સામનો કરવો પડી શકે છે. હાલમાં મોરબીવાસીઓને પાણી મામલે કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ચર્ચા વિચારણા શરૂ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Morbi News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો