પોલીસકર્મીને ચાલુ ફરજે હાર્ટ અટેક આવ્યો, મહિલા PSI માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

News18 Gujarati
Updated: September 26, 2019, 2:00 PM IST
પોલીસકર્મીને ચાલુ ફરજે હાર્ટ અટેક આવ્યો, મહિલા PSI માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
સારવાર હેઠળ પોલીસકર્મી.

મહિલા PSI સતત જોહુકમી ચલાવીને વારંવાર ખોટી અરજીઓની તપાસ સોંપીને ખોટી ઇન્ક્વાયરી કરતા હોવાથી ટેન્શનમાં હુમલો આવ્યાનો હેડ કોન્સ્ટેબલનો આક્ષેપ.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને આજે ચાલુ ફરજ દરમિયાન હાર્ટ અટેક આવતા તેમને તાકીદે સરવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે A Division પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન નોંધાવ્યું હતું. હેડ કોન્સ્ટેબલના કહેવા પ્રમાણે તેમના ઉપરી મહિલા PSIના ત્રાસના કારણે સતત માનસિક તણાવ હેઠળ રહેતા હોવાથી હાર્ટ અટેક આવ્યો છે. એ ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલનું નિવેદન નોંધી આ બનાવમાં કેટલું તથ્ય છે તે બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ રાજુભાઇ વાઘેરે આજે સિવિલ હોસ્પિટલના બિછાનેથી એ ડિવિઝન પોલીસ સમક્ષ એવું નિવેદન નોંધાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ મહિનાથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન આ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એ.વી.ગોંડલીયાની જોહુકમી મુજબ જે તે અરજીઓ જમાદાર પાસે તપાસમાં આવતી હોય છે. ગઈકાલે તેમને એક અરજદાર મહિલા અવારનવાર એસિડ તથા ઝેરી દવા પીવાની અરજીઓ કરતી રહે છે. જેની અગાઉ તપાસ પો.સ.ઇ.રાવલ તેમજ તેમના અને મહિલા પીએસઆઇ દ્વારા કરાઈ હતી.

જોકે આ અજરદાર મહિલા પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરવાની ટેવ ધરાવતી હોય તેની વધુ એક અરજી આવતા તપાસ હેડ કોન્સ્ટેબલ વસંતભાઈને સોંપવામાં આવી હતી. આ બાબતે વસંતભાઈએ એવી રજુઆત કરી હતી કે આ બાબતની તપાસ જે તે અધિકારી પાસે રાખવી જોઈએ, પરંતુ અધિકારીએ જોહુકમી ચલાવીને મરજી મુજબ કામ આપીશ તેવું કહ્યું હતું.

ગઈકાલે પણ આ પ્રકારની અરજી આવતા ઉપરી અધિકારીને આવી ધડમાથા વગરની અરજીઓ ન આપીને જમાદાર પર કામનું ભારણ ન નાખે તેવી રજુઆત કરી હતી. આથી ઉપરી અધિકારીએ તેમના વિરુદ્ધ ખોટી નોંધ કરીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. અરજી સંદર્ભે તેઓ તપાસ માટે ધૂંટૂં ગામે ગયા હતા. પોલીસ સ્ટેશન ડાયરીમાં તેમના વિરુદ્ધ ખોટી નોંધ થઈ હોવાથી અને મહિલા અધિકારીના કારણે સતત માનસિક ટેન્શનમાં રહેતા હોવાથી માનસિક તણાવને કારણે તેઓ તપાસ કરીને પરત આવતા હતા ત્યારે છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો હતો.

જે બાદમાં તેમને તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ડોકટરોએ તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. હેડ કોન્સ્ટેબલે પોતાની આ સ્થિતિ માટે મહિલા પીએસઆઇ ગોંડલીયાને જવાબદાર ગણાવતા મોરબી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. હાલ આ મામલે ડિવિઝન પોલીસે તેમનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: September 26, 2019, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading