Home /News /kutchh-saurastra /Morbi Hanging Bridge: ઝૂલતા પુલની દુર્ઘટનામાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી

Morbi Hanging Bridge: ઝૂલતા પુલની દુર્ઘટનામાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી

નવ લોકોની ધરપકડ કરવામાં આવી

Morbi Hanging Bridge: મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાલ નવ લોકોની પોલીસ ધરપકડ કરી છે. આ સાથે જ સરકારે પણ સ્પેશિયલ ટીમની રચના કરીને ઘટના અંગે તમામ માહિતી મેળવવા માટે કવાયત હાથ ધરી છે.

મોરબીઃ ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. ગઈકાલે ઢળતી સાંજે ઝૂલતો પુલ કાળ બનીને 130થી વધુ લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે. આ ઉપરાંત સરકારે પણ સ્પેશિયલ ટીમ બનાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

9 આરોપીઓના નામ



  • ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ

  • ટિકિટ ક્લાર્ક મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકીની ધરપકડ

  • સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણની ધરપકડ

  • બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર દેવાંગ પરમાર, પ્રકાશ પરમારની ધરપકડ




શું હતી સમગ્ર ઘટના?


શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યોઃ જાણો ઘટનાસ્થળની પળેપળની માહિતી

લોકોએ જીવ બચાવવા મથામણ કરી


પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને કેટલાંક લોકો પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા. તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતની નવા વર્ષની શરૂઆતમાં મોટી હોનારત

રેસ્ક્યૂ ઓપરેશનની ટીમ ઘટનાસ્થળે


આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને નદીમાંથી કાઢીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટી સંખ્યામાં લોકો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે.

આ પણ વાંચોઃ મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં લોકો કેબલ પર લટક્યાં

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો


મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.


ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?


ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
First published:

Tags: Morbi Accident, Morbi hanging bridge, Morbi News