Home /News /kutchh-saurastra /મોરબીમાં માતમ: કબ્રસ્તાન અને સ્મશાન ગૃહોમાં અંતિમવિધિ માટે લાગી લાંબી લાઇનો

મોરબીમાં માતમ: કબ્રસ્તાન અને સ્મશાન ગૃહોમાં અંતિમવિધિ માટે લાગી લાંબી લાઇનો

દફનવિધિ માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા.

Morbi hanging Bridge: આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ જતા સ્મશાનની બહાર પણ લાંબી લાઇન લાગી હોય તેવા હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયા છે. જેને જોતા કઠણ કાળજા પણ કંપી ઉઠ્યા હતા.

મોરબી : ગુજરાતનો ઐતિહાસિક ઝૂલતો પુલ રવિવારની ગોઝારી સાંજે તૂટી પડ્યો છે. જે અત્યારસુધી કુલ 134 લોકોના જીવ ભરખી ગયો છે. જેના કારણે આખા પંથકમાં આક્રંદ અને ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ જતા સ્મશાનની બહાર પણ લાંબી લાઇન લાગી હોય તેવા હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયા છે. સ્મશાનની સાથે કબ્રસ્તાનમાં પણ આવો જ માહોલ છવાયો છે. કબ્રસ્તાનમાં પણ અંતિમવિધિ માટે સવારથી જ સ્વજનો રાહ જોઇને બેઠા છે. આ દ્રશ્યો જોઇને જ ભલભલા કઠણ કાળજા નરમ થઇ ગયા છે.

અંતિમવિધિ માટે લાંબી લાઇનો


મળતી માહિતી પ્રમાણે, લીલાપર રોડ, સામાકાંઠા, વિશિપરા નદી સ્મશાનગૃહ અને સતવારા સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં મૃતકોના સ્વજનોના ટોળેટોળા ઉમટ્યા હતા. અંતિમવિધિ માટે સવારથી જ મોટી સંખ્યામાં પરિજનો પોતાના મૃત સ્વજનોને લાવી રહ્યા છે. અચાનક પોતાના સ્વજનને ગુમાવવાને કારણે પરિવારની આંખોમાંથી જાણે આંસુ બંધ જ નથી થતાં.


બે બાળકોના ગયા એકસાથે જીવ


આ દુર્ઘટનામાં સૌથી વધુ બાળકોના જીવ ગયા છે. ત્યારે સામાં કાંઠા સ્મશાન ગૃહમાં એક જ પરિવારના બે બાળકો મિતરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાના મૃતદેહ સાથે આવતા લોકોનાં જીવ કંપી ગયા હતા. આ 10 અને 11 વર્ષના બાળકોના પરિવારની હાલત ભારે દયનીય હતી. આ પરિવારનાં પાંચ લોકો ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા. જ્યાં પરિવારનાં મોટા લોકો બચી ગયા પરંતુ બાળકોના જીવ જતા રહ્યા હતા.


પરિવારના બાળકોના લેવાયા ભોગ


સરપદડ ગામના દાફડા પરિવારમાં પણ બે સગા ભાઈઓએ પણ આ ગોઝારી દૂર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. સોહમ મનોજભાઈ દાફડા (ઉંમર 13) અને પૃથ્વી મનોજભાઈ દાફડા (ઉંમર 10) મોરબી દુર્ઘટનામાં ભોગ બન્યા છે.


150 લોકોની ટીમ દફનવિધિની તૈયારી કરી રહ્યા છે


આ સાથે મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમ એક સાથે 36 કબર તૈયાર કરી રહ્યા છે. દુર્ઘટનાની જાણ થઈ ત્યારબાદથી કબર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કબ્રસ્તાનમાં પણ સ્વજનોનાં આંસુ સુકાઇ નથી રહ્યા.
First published:

Tags: Morbi, Morbi Accident, Morbi bridge collapse, ગુજરાત, મોરબી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો