મોરબી બ્રિજ ધરાશાયી થયા બાદ આ મુદ્દે ભાજપની રાજકીય સ્થિતિ શું હશે તેની અટકળો ચાલી રહી છે.(ફાઇલ તસવીર)
Morbi Bridge Collapse: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આવી ઘટના બીજીવાર ન બને તે માટે દેશમાં જેટલા પણ જૂનાં પુલ છે ત્યાં થતી ભીડને મેનેજ કરવા માટે નિયમ બનાવવાની માગ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને કેટલાંક લોકો પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા. તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને નદીમાંથી કાઢીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટી સંખ્યામાં લોકો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે.
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?
ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર