મોરબી : હળવદના માલણીયાદ ગામની એક હચમચાવનારી ઘટના સામે આવી છે. આ ગામના એક ખેડૂતે આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. કેટલાંક વ્યાજખોરો દ્વારા મારી નાંખવાની ધમકી મળતી હોવાથી ખેડૂતે કંટાળીને ખેતરમાં ચાલતા ટ્રેક્ટર હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.
શું છે સમગ્ર મામલો
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ખેડૂતે ટ્રેક્ટરની આડે પડતું મૂકી આપઘાત કર્યો હતો. તાલુકા પોલીસને મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં નવ વ્યાજખોરો દ્વારા તેના જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ નવ શખ્સો ખેડૂતને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હતા અને ઘરમાં કોઈ કલેશ ન હોવાની વાત પણ સુસાઇડ નોટ માં જણાવી હતી. જોકે તપાસ દરમિયાન પરિજનોએ બે દિવસ બાદ પોલીસને દેણા બાબતે જણાવતા પોલીસે સુસાઈડ લખાણની ખરાઇ કરવા નોટ એફ એસ એલમાં મોકલી છે. એફએસએલ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર