Home /News /kutchh-saurastra /મોરબી: બંધ મકાનમાં પોલીસકર્મી રમાડતો હતો જુગાર, 6 વ્યક્તિઓ સાથે 6 લાખથી વધુની રોકડ મળી

મોરબી: બંધ મકાનમાં પોલીસકર્મી રમાડતો હતો જુગાર, 6 વ્યક્તિઓ સાથે 6 લાખથી વધુની રોકડ મળી

પોલીસકર્મીનો ઝડપાયો ત્યારની અને ફાઇલ તસવીર

મોરબી જીલ્લા ફરજ બજાવતાં પોલીસકર્મીના બંધ મકાનમાં ચાલતા જુગરધામ પર દોરોડો પાડ્યો હતો. બે હથિયારો અને દારૂ તેમજ બિયર પણ મળી આવ્યો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અતુલ જોષી, મોરબી : લાંબા સમયથી મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં પોલીસકર્મી રાજેન્દ્રસિંહ બાલુભા ઝાલા ઉર્ફે રાજભાના નવલખી નજીક આવેલા મકાનમાંથી જુગારધામ પકડાયું છે. સાત ઈસમો 6 ,96,000 રુપિયાના મુદામાલ સાથે પકડાયા. મકાનમાં ચેકિંગ કરતાં બે ગેરકાયદેસર હથિયાર દારૂ અને બિયર પણ મળી આવ્યા પોલીસે જુદા જુદા ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ જુદા જુદા ત્રણ ગુના નોંધ્યા છે.

રેન્જ આઈજી સંદીપ સિંઘના માર્ગદર્શન હેઠળ આર.આર. સેલના પીએસઆઇ જે એસ.ડેલા સહિતની ટીમે નવલખી નજીક આવેલા ફોરેસ્ટના સરકારી મકાન અને મોરબીમાં લાંબા સમયથી ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલના કબ્જા ભોગવટા વાળા મકાન પર દોરડો પાડી સપાટો બોલાવ્યો હતો.

મોરબી જીલ્લામાં છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા તેમાં પણ સૌથી વધુ 6 વર્ષ સુધી નવલખી ખાતે ફરજ બજાવી રહેલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે.પંચાસર તાં.મોરબી જી.મોરબી વાળો નવલખી અને ખીરસરા વચ્ચે ફોરેસ્ટના બંધ પડેલા સરકારી મકાનમાં કબજો કરી અને નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી રેન્જ આઈજી સંદીપ સિંઘ અને પીએસઆઇ જે એસ ડેલા સહિતના સ્ટાફને મળી હતી.જેના આધારે રેન્જના પીએસઆઇ જે. એસ. ડેલા આઈજી પાસે વોરન્ટ ઈસ્યુ કરાવી અને નવલખી અને વર્ષામેડી વચ્ચે ખીરસરાના પાટિયા પાસે અવાવરું જગ્યામાં આવેલા ફોરેસ્ટના મકાનમાં દરોડો પાડ્યો હતો.

Farmers Protest: ખેડૂતોનું 8 ડિસેમ્બરે ભારત બંધનુ આહ્વાન, કહ્યું - આંદોલનને તેજ કરવાની જરૂરજ્યાં નાલ ઉઘરાવી જુગાર રમતા પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે પંચાસર,ઘનશ્યામ કરશનભાઈ આદ્રોજા રહે.સોમનાથ,અવની પાર્ક મોરબી, જયંતિ ગાંડુંભાઈ ઠોરિયા રહે.સરદાર પેલેસ મોરબી,નવલસિહ પ્રભાતસિંહ જાડેજા રહે.ફાટસર તા.જી.મોરબી, નરેશ સવજીભાઈ વિડજા રહે. સિલ્વર પેલેસ બાલકેશ્વર મંદિર પાછળ બોની પાર્ક મોરબી, સંજય રણમલભાઈ લોખીલ રહે.મોટા દહીંસરા તા.માળીયા મી.જી.મોરબી, પરમાભાઈ સુરેશભાઈ પાસવાન રહે.ખીરસરા તા.માળીયા મી.જી.મોરબી વાળા મળી આવ્યા હતા. જેમાં રોકડ રકમ 6,76,340, સાત મોબાઈલ કિંમત 20,000નાં મળી કુલ રૂપિયા 6,96,340 રૂપિયાના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

જોકે, આ વાત આટલેથી જ અટકી નહીં, ફોરેસ્ટના સરકારી ક્વાર્ટરમાં કબજો કરી બેઠલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલાના મકાનની તલાસી લેતા તેમાંથી બે ગેરકાયદેસર હથીયાર તેમજ દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. જે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- વિદેશથી સસ્તી હશે વેક્સીન, બધાનો ખર્ચ સરકાર નહીં ઉઠાવે- સૂત્ર

આ સમગ્ર ગુના મામલે પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા વિરુદ્ધ નાલ ઉઘરાવી જુગાર રમાડવા તેમજ દારૂ બિયરના જથ્થા મામલે પ્રોહીબિશન એકટ હેઠળ અને ગેરકાયદેસર હથિયારો મળી આવતા આમર્સ એકટ હેઠળ એમ કુલ મળી જુદા જુદા ત્રણ ગુનાઓ આર. આર. સેલ દ્વારા માળીયા મિયાણા પોલીસમથકે નોંધાવવામાં આવ્યા છે.આ દરોડાના સમાચાર ઉચ્ચ અધિકારીઓને મળતા જ મોરબી એસપી એસ.આર.ઓડેદરા,ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને બે કલાક પોલીસકર્મી રાજભાની કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે ખુદ પોલીસકર્મી જ ગુનાહિત કૃત્યો અને હિંન્ન પ્રવૃતિઓ સાથે પકડાઈ જતાં મોરબી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલાની જુગારના ગુનામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી માળીયા મિયાણા પોલીસે હાથ ધરી છે.
First published:

Tags: Morbi, Morbi Police, ગુજરાત