મોરબી માળીયામાં BJPના ચૂંટણી પ્રચારમાં વિરોધ, ભાજપના જ પૂર્વ ધારાસભ્યોનો હાથ હોવાની ચર્ચા


Updated: October 26, 2020, 1:55 PM IST
મોરબી માળીયામાં BJPના ચૂંટણી પ્રચારમાં વિરોધ, ભાજપના જ પૂર્વ ધારાસભ્યોનો હાથ હોવાની ચર્ચા
હાલ ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ મોરબી ભાજપમાં જોવા મળી રહ્યો છે.

હાલ ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ મોરબી ભાજપમાં જોવા મળી રહ્યો છે.

  • Share this:
અતુલ જોષી, મોરબી : મોરબી માળીયામાં પેટા ચુટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે આગામી 3 નવેમ્બર મતદાન છે. જેને હવે પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચારનો ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે .પરંતુ આ પ્રચારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા જ અંદરખાને સાથ આપતા ન હોવાની વાત લોકોમાં ચર્ચાનું સ્થાન બની છે. કેમ કે, મોરબી ભાજપનો ગઢ રહ્યો છે. વર્ષ 1990 બાદ 2017માં પ્રથમ વખત કોંગ્રેસના ઘરે પારણું બંધાયું હતું. જેમાં બ્રીજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ પેટા ચુંટણીમાં ભાજપમાં જોડાઈને ફરી ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાની પસંદગી થવા પામી હતી. જેના લીધે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયામાં નારાજગી જોવા મળી હતી અનેક વિરોધ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. પરંત, ગઈકાલે રોટરી નગર ખાતે બિજેશ મેરજાએ લોકોના ફોન ન ઉપાડતા તેમજ ખેડુતોને કેનાલમા પાણી નથી મળતુ  આવા આક્ષેપો સાથે વીડિયો વાયરલ થયો છે.

જોકે, આ વિરોધ કોંગ્રેસ દ્વારા નહિ પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જ વિરોધ કરાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ લોકોમાં જોર પડકયું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળતા કાંતિલાલ અમૃતિયા ભાજપથી નારાજ રહ્યા હતા. ત્યારે હાલ ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ મોરબી ભાજપમાં જોવા મળી રહ્યો છે અને ઘરના વિરોધમાં હોય ત્યારે પારકાની ક્યાં જરૂર છે આ ઉક્તિ હાલ ભાજપમાં આંતરિક વિખવાદ થકી જોવા મળી રહ્યી છે.

કપરાડા : CM રૂપાણીએ કહ્યું, 'કૉંગ્રેસની નેતાગીરી ખલાસ થઈ ગઈ છે, ચૂંટણી બાદ પણ તૂટશે'

Exclusive Video: ભારતનું પ્રથમ સી પ્લેન કેવડિયા પહોંચ્યું

ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મોરબીમાં બેઠક છે અને આ બેઠક પૂર્વે જ કાંતિલાલના સમર્થકો પ્રચાર દરમ્યાન બ્રિજેશ મેરજાની ઝાટકણી કાઢતા વીડિયો વાયરલ થતા રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી ગયો છે. તો બીજી બાજુ, કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી રહેલી હરકત કેટલી હદે યોગ્ય ગણાય એ પણ હાલ રાજકીય આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ફરિયાદ હાઈ કમાન્ડ સુધી પહોંચી હોવાનું પણ અંગત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે કાંતિ અમૃતિયા માટે આગામી સમય લોઢાના ચણા ચાવવા જેવો આવે તો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.
હાલ ભાજપ આ તમામ વાતોથી પર રહી પોતાના પ્રચારમાં જોરશોરથી લાગી છે. ત્યારે આવા વિરોધ ઉભા કરાવવામાં આવતા વિરોધ હોવાનું પણ જીલ્લા ભાજપના આગેવાનોએ જણાવી ભાજપ જ વિજયી બનશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.
Published by: Kaushal Pancholi
First published: October 26, 2020, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading