અતુલ જોષી, મોરબી : મોરબીમાં (Morbi) એક મહિલાને (woman) ચાર જેટલા ઇસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાવવામાં (police complain) આવી છે. આ મહિલાએ આ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી જેનો રોષ રાખીને આ લોકોએ આ મહિલાને તેના ઘરમાંથી બહાર લાવીને જાહેર રસ્તા પર લઇ જઇને લાખંડના પાઇપોથી માર માર્યો છે. આ અંગે સ્થાનિક પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે, સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ નસીમબેન કરીમભાઈ વલીમામદ પારેડી નામના મહિલા પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યાં હતા. તે દરમિયાન પાછલી શેરીમાં રહેતો દાઉદ ઉર્ફે દાવલો મામલભાઇ પલેજા તથા તેના મિત્રો જાવેદ મીટર તથા રહીમ ટકો તથા દાઉદના માસીનો દીકરો ચારેવ લોકો મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા. આ ચારેવે મહિલાને અપશબ્દો બોલીને ધમકાવી હતી કે, તું પોલીસ સ્ટેશનમાં મારી સામે કેમ પોલીસ ફરિયાદ કરવા જાય છે? મહિલા કાંઇ બોલે એ પહેલા તો આ ચારે લોકો તેને ખેંચીને બહાર લઇ ગયા હતા.
ગુજરાતીઓને આ કડકડતી ઠંડીમાંથી ક્યારે મળશે રાહત? હવામાન વિભાગે કરી આગાહી
મહિલાને ઘસેડતા ઘસેડતા ધમકાવતા હતા કે, અહીં રહેવું હોય તો અમે કહીએ તે પ્રમાણે કરવું પડશે અને અપશબ્દો બોલતા હતા. મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડી તો દાઉદ લોખંડના પાઇપ વડે મહિલાને ફટકારવા લાગ્યો હતો. મહિલાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં ભેગા થયા હતા પરંતુ તે લોકો મહિલાને છોડવવા આવતા તો તેમને પણ છોડાવવા દીધી ન હતી અને મહિલાને વધારેને વધારે માર માર્યો હતો. તેમણે મહિલાને ધમકી પણ આપી હતી કે, જો હવે પોલીસ પાસે ગઇ છે તો તને જાનથી મારી નાંખીશ. તેવું કહીને ત્યાંથી ચારેવ ફરાર થઇ ગયા હતા.
વડોદરા: પતિએ પત્ની માટે મંગાવ્યો મોબાઇલ, પાર્સલમાંથી નીકળ્યા સાબુ, એમેઝોન અને સ્થાનિક કંપનીને નોટિસ
હાલ, આ મહિલાને રાજકોટ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવી છે. સિવિલના ડૉક્ટરના જણાવ્યાં પ્રમાણે, મહિલાને બે પગમાં ફ્રેક્ચર થયું છે અને કોણીના ભાગે પણ ઇજા થઇ છે.
મહત્વનું છે કે, આ મહિલાના પતિ રિક્ષા ચાલક છે અને બે દીકરાઓ મજૂરી કામ કરે છે. હાલ મોરબી પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 30, 2021, 10:48 am