Home /News /kutchh-saurastra /

મોરબીના મતદાન મથક પાસે ભાજપની પત્રિકા વહેંચવાનો કૉંગ્રેસનો આક્ષેપ, મતદાન કરાવ્યું હતું બંધ

મોરબીના મતદાન મથક પાસે ભાજપની પત્રિકા વહેંચવાનો કૉંગ્રેસનો આક્ષેપ, મતદાન કરાવ્યું હતું બંધ

કૉંગ્રેસે બોયઝ હાઈસ્કૂલનું મતદાન મથક બંધ કરાવાયુ હતુ. જે બાદ થોડા સમયમાં અધિકારીઓએ મતદાન ફરીથી શરૂ કરાવી દેવામાં આવ્યું છે.

કૉંગ્રેસે બોયઝ હાઈસ્કૂલનું મતદાન મથક બંધ કરાવાયુ હતુ. જે બાદ થોડા સમયમાં અધિકારીઓએ મતદાન ફરીથી શરૂ કરાવી દેવામાં આવ્યું છે.

    અતુલ જોશી, મોરબી : ગુજરાતમાં સવારથી વિધાનસભાની આઠ બેઠકો મતદાન થઇ રહ્યું છે. ત્યારે થોડા કલાકો પહેલા કરજણનો લોકોને રૂપિયા આપતો એક વીડિયો વાયરલ થયો હતો અને ચૂંટણી પંચે તપાસનાં આદેશ આપ્યા હતા. જ્યારે મોરબીમાં પણ એક વીડિયો વાયરલ થયો છે. ભાજપનાં ધારાસભ્ય મતદારોને સમજાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ સાથે મતદાન મથક નજીક ભાજપની પત્રિકાઓ પણ વહેંચાઇ રહી હતી. જે બાદ કૉંગ્રેસે બોયઝ હાઈસ્કૂલનું મતદાન મથક બંધ કરાવાયુ હતુ. જે બાદ થોડા સમયમાં અધિકારીઓએ મતદાન ફરીથી શરૂ કરાવી દેવામાં આવ્યું છે.

    આ અંગે જ્યારે ન્યૂઝ18ગુજરાતીએ મતદાન મથકના અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, આ બધુ અજાણતા થઇ ગયુ. અમને આ વાતની જાણ નથી. જ્યારે કૉંગ્રેસ ભાજપ પર જ સીધા પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધુ ભાજપે જ કરાવ્યું છે.

    નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇ ચાલી રહેલ રાજકીયપક્ષ સામ સામે હતા. મોરબીમાં મતદાન પ્રક્રિયામાં કુલ 2,71,464 મતદારો મતદાન કરવાના છે. મહત્વનું છે કે, 2300થી વધુનો પોલીંગ સ્ટાફ સાથે આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કાફલો જે તે બૂથ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આજે મોરબીના 412 બૂથ પર લોકશાહી પર્વ ઉજવાઇ રહ્યું છે.

    નોટના બદલામા વોટ? કરજણમાં રુપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતો વીડિયો વાયરલ, તપાસનાં આદેશ

    પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી ધારસિંહ ખાનપુરાનું કોરોનાથી નિધન



    નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર 5 કલાકમાં એટલે બપોરના 12 કલાક સુધીમાં 23.27 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ મતદાન ડાંગમાં 39.45 ટકા થયુ છે. લીંબડીમાં 25.77, મોરબીમાં 24.15, કરજણમાં 22.95, અબડાસામાં 22, ગઢડામાં 21.74, કપરાડામાં 17.26 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ધારીમાં 16.04 ટકા નોંધાયુ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन