અતુલ જોશી, મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર માળીયા ફાટક નજીક ઓવરબ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં ડબલ સવારી બાઈકને ટ્રકે અડફેટે લેતા બંને બાઇકસવાર યુવકોના મોત થયા છે. આ બનાવની જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં આજે સવારના સમયે માળિયા ફાટક પર આવેલા ઓવરબ્રીજ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર રુતિકભાઈ પરેશભાઈ બજાણીયા (ઉ.વ. 20) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયાના (ઉ.વ. 19) (રહે જામનગર હાપા રેલ્વે કોલોની) મૃત્યુ નિપજ્યા હતા. આ બંને યુવકો પિતરાઇ ભાઇ હતા.
તેઓ ઘુંટુ ખાતેથી સો ઓરડી જવા નીકળ્યા હતા. ટ્રકચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. હાલમાં બંને યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ પોલીસ બનાવની તપાસ કરી રહી છે.
બંન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. એક પરિવારના બે યુવાનોના મોત થતા પરિવાર સહિત આખા પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 25, 2020, 14:38 pm