મોરબીઃ ગીર ગાય દૂધ હરિફાઇમાં પ્રથમ આવી, રૂ.51,000નું ઇનામ જીતી

મોરબીના પશુપાલકની ગીર ગાય એ દૂધ હરિફાઈમાં મેળવ્યું પ્રથમ સ્થાન મેળવી ૫૧ હજારનું ઈનામ રાજ્યસરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

News18 Gujarati
Updated: July 14, 2019, 3:08 PM IST
મોરબીઃ ગીર ગાય દૂધ હરિફાઇમાં પ્રથમ આવી, રૂ.51,000નું ઇનામ જીતી
ઇનામ ગ્રહણ કરતા પશુપાલક
News18 Gujarati
Updated: July 14, 2019, 3:08 PM IST
અતુલ જોશીઃ મોરબીના પશુપાલકની ગીર ગાય એ દૂધ હરિફાઈમાં મેળવ્યું પ્રથમ સ્થાન મેળવી ૫૧ હજારનું ઈનામ રાજ્યસરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. આ ગીર ગાયે સૌથી વધુ દૂધ આપવાની સ્પર્ધા માં મેદાન માર્યું છે.

રાજ્યમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને સારી ઓલાદના પશુઓ બાબતે પશુપાલકોમાં જાગૃતિ આવે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના 20 પશુપાલકોએ ભાગ લીધો હતો.

જેમાં ગીર ગાયની હરિફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા તેમને રાજ્ય સરકાર વતી મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ રૂપિયા 51000/- નો ચેક પુરસ્કાર રૂપે અર્પણ કર્યો હતો.

રાજકોટ વિભાગની દૂધ હરિફાઈમાં પ્રથમ આવ્યા બાદ મોરબી શહેરના પશુપાલકશ્રી મહિપાલસિંહ જાડેજા એ આનંદિત સ્વરે જણાવ્યું હતુ કે, આ પહેલા પણ 2013-14ના વર્ષમાં યોજાયેલ ગીર ગાયની દૂધ હરિફાઈમાં મે ભાગ લીધો હતો ત્યારે મારી ગાય 23 કિ. ગ્રામ દૂધ સાથે બીજો નંબર આવ્યો હતો. પરંતુ આ વખતે મારી ગીર ગાયનું કુલ 28.66 કિ. ગ્રામ એટલે 31 લિટર.400 મિલી ગ્રામ દૂધ ઉત્પાદન નોંધાતા પ્રથમ નંબર મળ્યો છે.

₹ તેમણે ગીર ગાયની માવજત અને દૂધ ઉત્પાદન બાબતે જણાવ્યું હતુ કે, મારી પાસે હાલ એક ગાય અને બે વાછરડી છે. તેના માટે પશુ ડોકટરશ્રીઓ સમયાંતરે મારે ત્યાં વિઝીટે આવે છે, અને જરૂર પડે ત્યારે આ પશુઓનું રસીકરણ પણ કરવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા આ માટે પુરતુ માર્ગદર્શન પણ મને મળ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના પશુપાલકો સારી ઓલાદના પશુપાલન થકી આર્થિક રીતે સક્ષમ બને અને પશુપાલનના વ્યવસાયને વેગ મળે તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે પશુ આરોગ્ય મેળાઓ અને જાગૃતી શિબિરો યોજવામાં આવે છે.
જે અન્વયે મોરબી જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાયને નવી દિશા મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા દૂધ ઉત્પાદન હરિફાઈ, પશુપાલન વિસ્તરણ ઝૂંબેશ, રસીકરણ, કૃત્રિમ બિજદાન, સહિતની પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પશુપાલક લાભાર્થીઓ સુધી પહોંચાડી પશુપાલકોમાં જાગૃતી આવે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...