મોરબી : 'બાય મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,' આયેશાની જેમ FB Live કરી યુવકનો આપઘાત

મોરબીમાં કરૂણ ઘટના, યુવકે આપઘાત કરી લેતા ચકચાર

Morbi FB Live Suicide : મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.25) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. 'ભગવાને એક જ પ્રાર્થના છે બીજીવાર માણસનો અવતાર ન આપતો. આપ તો...'

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબીના (Morbi) વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી (Kishan Bharti Gauswami) ગૌસ્વામી (ઉ.વ.25) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમલગ્ન (Love Marriage) જવાબદાર હોવાનું આપઘાત કરતા પૂર્વે ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક લાઈવ (Facebook) અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું હતું અને લાઈવ થયા બાદ ગણતરીની ઘડીઓમાં જ તેને ગળેફાંસો ખાઈ લીધો હતો.

  વધુમાં ફેસબુક ઉપર લાઈવ થઇ કિશનભારથી ગૌસ્વામીએ તેને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરી યુવતી, તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી હવે તે જીવી શકે તેમ ન હોવાનો ઉલ્લેખ કરી આ પોતાનો છેલ્લો વિડીયો હોવાનું અને ભગવાન હવે બીજા ભવમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું હતું.

  આ પણ વાંચો : Gujarat Rains: વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ, વાપીમાં સવા 6 ઈંચ વરસાદ

  દરમિયાન કિશનભારથીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાંજે પાંચ વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે અને હાલ વી.પી.છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તપાસનીશ અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનના પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ છે.

  આ પણ વાંચો : હળવદ : આર્થિક ભીસના કારણે ખેડૂતે આત્મહત્યા કરી, અંતિમચિઠ્ઠી વાંચીને કાળજું કંપી ઉઠશે!

  અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે જેમાં આજે મુદતે મૃતકના પત્ની હાજર રહ્યા ન હોવા ઉપરાંત પત્નીને તેડવા છતાં ન આવતા આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતક કિશનભારથીના પરિવારજનો જણાવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યુ હતું. જો કે એ ડિવિઝન પોલીસે આ બાબતે હાલ તપાસ હાથ ધરી છે.

  'એક જ દુવા કરીશ ભગવાન પાસે બીજીવાર માણસનો અવતાર ન આપતો....'

  હવે મારાથી જીવાય એમ નથી મિતાલી.. હું મરી જાવ પછી એકવાર મારી લાશ પર રોવા આવજે,.. મેં તને પ્રેમ કર્યો એના બદલામાં તારા માબાપે મારી જિંદગી લઈ લીધી. મારી જિંદગી લઈ લીધી. તારા માબાપે મને એ હદે હેરાન કર્યો કે મારે મરવું પડે છે. મારા ઘરમાં હું સૌનો લાડલો. બધાને એ આશાથી તારો સરખો પગાર છે તું અમારું દેવું લેવું પુરું કરી દઈશ. હું દરોજ દરોજ મરું છું... હું આજે કોર્ટમાં એટલે જ આવ્યો હતો કે તારો મને જવાબ મળે કઈ વાંધો નહીં મિતાલી બાય...

  આ પણ વાંચો : Exclusive : મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો Viral Video, મકાનના વાડામાં 'માનવતાની હત્યા'

  તમે મારા માબાપને હેરાન કરીને તમે કોઈ કાર્યવાહી નહીં કરવા દો. હું મરી જાઈશ તો કોઈ પણ ફેર નહીં પડે.હું મીડિયામાં એટલે મૂકું છે કે મારા માબાપને કોઈનો તો ન્યાય મળે. કોક તો એવો માણસ હશે કે મારા માબાપનો સાથ આપશે. હું તારા ઘરે તને મળવા આવ્યો હતો તારા માબાપે તને રૂમમાં પુરૂ દીધી કહ્યું કે જા રોડ પર જઈને મરી જા.. એક જ દુવા કરીશ ભગવાન પાસે બીજીવાર માણસનો અવતાર ન આપતો. બાય મિતાલી અલવિદા.... હું જાવ છું.'
  Published by:Jay Mishra
  First published: