મોરબી : કારખાનેદારે યુવતી સાથે બોગસ લગ્ન કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું

મોરબી : કારખાનેદારે યુવતી સાથે બોગસ લગ્ન કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું
પ્રતિકાત્મક તસવીર

યુવતી કામે જતી હતી તે કારખાનેદારે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે મંદિરમાં બોગસ લગ્ન કરી લીધા હતા.

 • Share this:
  અતુલ જોશી, મોરબી : શહેરના કારખાનેદાર (Morbi Factory Owner) યુવતીને મોહજાળમાં ફસાવી પોતે પરિણીત (Married Man) હોવા છતાં બોગસ લગ્ન કરી પત્નીની જેમ રાખી અનેક વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાનો ગુનો પોલીસ (Morbi Police) ચોપડે નોંધાયો છે. આ મામલે પરિણીત કારખાનેદાર અને તેની પત્ની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે.

  મોરબી શહેર એ ડિવિઝનથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર મામાના ઘરે રહેતી યુવતી કારખાનામાં કામે જતી હતી. કારખાનેદાર નયન પ્રાણજીવન વિલપરા રહે કેનાલ રોડ પુષ્કર એપાર્ટમેન્ટ વાળાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. કારખાનેદાર પોતે પરિણીત હોવા છતાં આ વાત છૂપાવી યુવતીને દ્વારકા જિલ્લામાં લઇ જઈને રાંદલ માતાજી મંદિરે ચાર વર્ષ પૂર્વે માથામાં સિંદુર ભરી અને મંગલસૂત્ર પહેરાવી ઈશ્વરની સાક્ષીએ લગ્ન કર્યા હતા.  આ પણ વાંચો : અમદાવાદમાં એક જ પરિવારનાં છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ

  યુવતી સાથે ઠગાઈ કરીને લગ્ન કર્યાનું નાટક કર્યા બાદ કારખાનેદારે યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જઇને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં નયન નામના આરોપીએ યુવતીના ઘરે જઈને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  આ મામલે યુવતીએ ફરિયાદ કરી છે કે પરિણીત કારખાનેદારે તેની પત્ની ચેતનાબેન વિલપરાને છૂટાછેડા આપવાનો ભરોસો આપ્યો હતો. યુવતીએ હવે આ મામલે કારખાનેદાર સામે દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કારખાનેદાર અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

   

  આ પણ વાંચો : મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર છું : મોરારિબાપુ
  First published:June 19, 2020, 15:23 pm

  टॉप स्टोरीज