મોરબીમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી, 4ની હાલત ગંભીર

હાલમાં આ મામલો ઠાળે પડે અને વધુ કોઇ બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગુનો નોંધવા તજવીજ શરૂ કરી દીધી હતી.

News18 Gujarati
Updated: June 17, 2019, 9:57 AM IST

અતુલ જોષી, હળવદ: હળવદમાં એક જ જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના બની ગઇ છે. આ ઘટના સાવ સામાન્ય વાત પર થઇ ગઇ છે. પાનની દુકાને વાત ન કરવા મુદ્દે મામલો બીચક્યો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત
થયા છે. ઇજાગ્રસતોને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.

તો સરકારી હોસ્પિટલમાં મામલો બીચક્યો હતો. અને બંને જૂથ વચ્ચે મારામારી થઇ હતી. સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. બંને જૂથમાં સામસામે મારામારીમાં ચાર વ્યક્તિઓની હાલત ગંભીર થઇ ગઇ હતી જે બાદ તમામ ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગર અને અન્ય બે લોકોને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો-વાયુ વાવાઝોડું સોમવારે સાંજ સુધી લખપત અને માંડવી વચ્ચે ટકરાવાની શક્યતા

હાલમાં આ મામલો ઠાળે પડે અને વધુ કોઇ બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગુનો નોંધવા તજવીજ શરૂ કરી દીધી હતી.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...