અતુલ જોશી, મોરબી: મોરબીમાં થોડા સમય પહેલા અત્યાધુનિક કારની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બે લોકો દ્વારા પેસેન્જરનો સ્વાંગ રચીને ગાડીમાં બેસી યેનકેન પ્રકારે ગાડી માલિકને ઉતારીને ગાડી હંકારીને જતાં રહેતા હતા.
પૂછપરછ કરતાં થયો ખુલાસો
આ અંગે તપાસ કરતાં પોલીસને સફળતા મળી છે. એલસીબીએ ચોરી કે છળકપટથી મેળવેલી હુન્ડાઇ કંપનીની નંબર પ્લેટ વગરની ઓરા કાર સાથે ઘવલગીરી વિજયગૌરી ગોસાઇને ખાનપર રોડ ઉપરથી પકડીને પૂછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોતો અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા કાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેણે સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકર સાથે મળીને કાર મોરબી બાયપાસ રોડ પાસે આવેલી એક હોટલ પાસે ડ્રાઇવરને જમવાના બહાને કારમાંથી ઉતારી કાર ચોરી લઇને ભાગી ગયા હતા. તેમજ રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી એક હુન્ડાઇ કંપનીની ઓરા કાર ભાડેથી લઇ જવાનું કહી અઢી-ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયા હતા. જે ગાડી ધૂળકોટ ખાતે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખી હતી. જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે ધવલગીરી વિજયગીરી ગોસાઇને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તેમજ આનંદભાઇ શાંતિલાલ ઠકકરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર