મોરબી : કોન્ટ્રાક્ટરે દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવી, યુવતી માતા બનતા ભાંડો ફૂટ્યો

News18 Gujarati
Updated: August 7, 2020, 12:30 PM IST
મોરબી : કોન્ટ્રાક્ટરે દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવી, યુવતી માતા બનતા ભાંડો ફૂટ્યો
(ફાઇલ તસવીર)

મોરબી તાલુકા પોલીસે કોન્ટ્રાક્ટર સામે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી (Morbi City)માં એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મોરબી નજીકની એલીસા ફેક્ટરીના કોન્ટ્રાક્ટર (Factory Contractor) દ્વારા મૂકબધીર યુવતીને હવસનો શિકાર બનાવવામાં આવી હતી. જે બાદમાં દિવ્યાંગ યુવતી ગર્ભવતી બની હતી. તાજેતરમાં યુવતીએ દીકરીને જન્મ આપતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે (Morbi Taluka Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ છોટાઉદેપુરની વતની મુક-બધીર દિવ્યાંગ યુવતી 10 મહિના પૂર્વે મોરબી નજીકની ફેક્ટરીમાં કામ કરતી હતી. આ સમયે આરોપી ઓદી એલીસા કંપનીનો કોન્ટ્રાક્ટર હતો. ઓદીએ દિવ્યાંગ યુવતીની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ યુવતી પ્રેગનેન્ટ થઈ હતી અને જે બાદમાં પાંચમી ઓગસ્ટના રોજ તેણીએ એક સ્વસ્થ્ય બાળકીને જન્મ આપ્યો હતો.

(આ પણ વાંચો : ગુજરાત પેટા ચૂંટણી : આઠમાંથી આ ત્રણ બેઠકો પર ભાજપનો પેચ ફસાયો)

આ મામલે છોટાઉદેપુરમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બન્યો હોવાથી છોટાઉદેપુર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરીને મોરબી તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી હતી. જે બાદમાં મોરબી તાલુકા પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વીડિયો જુઓ : ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ પાસે નથી ફાયર NOC
પોલીસે આરોપી કોન્ટ્રાક્ટરને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે સામાજિક કલ્યાણ વિભાગ તેમજ માનવ અધિકાર પંચ પણ ઝંપલાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોરબીમાં દિન પ્રતિદિન ઉદ્યોગ યુનિટમાં બહારથી લોકો આવતા હોય છે. આ અંગેનો કોઈ જ રેકોર્ડ સિરામિક ઉદ્યોગ તરફથી રાખવામાં આવતો નથી. જો રેકોર્ડ રાખવાનું શરૂ કરવામાં આવે તો અમુક ગુના બનતા અટકી શકે તેમ છે.
Published by: Vinod Zankhaliya
First published: August 7, 2020, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading