Home /News /kutchh-saurastra /મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રનું ગળું કાપી હત્યા કરી નાંખી, પોલીસે મહામહેનતે આરોપીને ઝડપ્યો

મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રનું ગળું કાપી હત્યા કરી નાંખી, પોલીસે મહામહેનતે આરોપીને ઝડપ્યો

આરોપીની તસવીર

સિરામિક ઉદ્યોગોનું હબ ગણાતો મોરબી જિલ્લો હવે ગુનેગારોનું હબ બનતો જાય છે, તેવું લાગી રહ્યું છે. નજીવી બાબતોને લઈને લોકો જીવ લેતાં પણ ખચકાતા નથી. ત્યારે મોરબીના વાંકાનેરમાં આવી જ એક ઘટના સામે આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
    અતુલ જોશી, મોરબીઃ સિરામિક ઉદ્યોગોનું હબ ગણાતો મોરબી જિલ્લો હવે ગુનેગારોનું હબ બનતો જાય છે, તેવું લાગી રહ્યું છે. નજીવી બાબતોને લઈને લોકો જીવ લેતાં પણ ખચકાતા નથી. ત્યારે મોરબીના વાંકાનેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. પૈસાની લેતીદેતી મામલે મિત્રએ જ મિત્રની ગળું કાપીને હત્યા કરી નાંખી છે.

    મળતી માહિતી અનુસાર, રાજકોટ રહેવાસી રાજુકુમાર જીવલાલ પ્રજાપતિ નામનો યુવક જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઇ મંગલસિંહ રાજપૂત (રહે.દોહઇ થાના-રોન જી.ભીંડ એમ.પી.) પાસે પૈસા માંગતો હતો. ત્યારે પૈસાની લેતીદેતી બાબતે આરોપી સાથે રાજુકુમાર પ્રજાપતિને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને છરીથી યુવકનું ગળું ચીરી નાંખ્યું હતું અને હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને વાકાનેર બાઉન્ડ્રીના નેશનલ હાઇવે પર ફેંકી દીધો હતો. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસને આ મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ તેમએ મૃતકની ઓળખ મેળવવા તેમજ ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી હતી.

    આ પણ વાંચોઃ કાળભૈરવનો કોપ હોવાનું કહીને દુષ્કર્મ આચર્યું, કોર્ટે આજીવન કેદ ફટકારી

    હત્યારા મિત્રએ ચાલાકી વાપરીને મૃતદેહને બિનવારસુ ખપાવવા માટે મૃતકના ખિસ્સામાંથી તમામ આઇડી પ્રૂફ સહિતની વસ્તુઓ કાઢી લીધી હતી અને મૃતકની ઓળખ મળે તેવો એક પણ પુરાવો છોડ્યો નહોતો. તેમજ આજુબાજુમાં ત્રણ જિલ્લાની હદ નજીક હોવાથી મોરબી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. પરંતુ પોલીસે મૃતકના કપડાં પર રહેલા કલરના ડાઘા જોતા એ તર્ક પર તપાસ શરૂ કરી હતી કે કાં તો મૃતક કલરકામ કરતો હોવો જોઈએ અથવા તેના ઘરે કલરકામ ચાલુ હોવું જોઈએ.



    પોલીસની અલગ અલગ ટીમ આ બંને તર્કને આધારે કામે લાગી હતી અને મૃતકનો ફોટો લઈ શક્ય હોય તે બધી જ જગ્યાએ જઈ ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. ત્યારે મૃતક એક કારખાનામાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. છેલ્લે તેને આરોપી સાથે જોવા મળ્યો હોવાનું ખુલતા તુરંત આરોપીનું સરનામું શોધી પોલીસ પહોંચી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Morbi Crime News, Morbi murder, Morbi News, Morbi Police