Pratik kubavat, Morbi: આ જગતમાં કેટલાક માણસો એવા હોય છે કે જીવન દરમિયાન તો માનવતા મહેકાવે જ છે પણ તેમના મૃત્યુ પછી પણ લોકોને ઉપયોગી થવાનાં સંકલ્પ કરે છે. આવુ જ એક દપંતિ છે જયંતીભાઈ આંખજા અને રંજનબેન આંખજા. આ દંપતિએ મૃત્યુબાદ દેહદાન અને જીવન પર્યંત ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું છે.
મોરબીના આંખજા દંપતિએ દેહદાનનો સંકલ્પ કરી ઉમિયા માનવ મંદિરના કાયમી ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું છે. સાથે જ જયંતીભાઈ આંખજા અને રંજનબેન આંખજા નામના દંપતિએ મૃત્યુબાદ દેહદાન અને જીવન પર્યંત ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટી તરીકે રહેવાનો સંકલ્પ કર્યો છે.
મોરબીના જયંતીભાઈ આંખજા અને રંજનબેન જયંતિભાઈ આંખજા બંને દંપતિએ મૃત્યુબાદ પણ પોતાનું શરીર અન્ય લોકો માટે ઉપયોગી બંને, પોતાના અમૂલ્ય અંગો અન્ય લોકોને જીવનદાન આપી શકે, પોતાના ચક્ષુ દ્વારા કોઈના આંખોની રોશની બની શકે એવા શુભ હેતુ સાથે પતિ-પત્ની બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દેહદાન કરવાનો સંકલ્પ કરી નવી પહેલ કરી છે. તેમજ મોરબીમાં નિરાધાર પાટીદાર પરિવાર માટે ચાલતા ઉમિયા માનવ સેવા ટ્રષ્ટમાં દર વર્ષે રૂપિયા 51000નું દાન અર્પણ કરી કાયમી દાતા ટ્રસ્ટી તરીકે નામ નોંધાવી અને દેહદાનમાં નામ નોંધાવી સમાજ ઉપયોગી ઉત્તમ કાર્ય કરવા બદલ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ દિનેશભાઈ વડસોલાએ પતિ-પત્ની બંનેને ઉમિયા માતાજીનો ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું.
આ ઉપરાંત જયંતીભાઈ થોડા સમયમાં નિવૃત થઈને પણ પોતાની સેવા અવિરત પણે ચાલુ રાખવાનું પણ સંકલ્પ કર્યો છે.જેમાં વિશેષ વાત કરીએ તો આ દંપતી એ શાળાની પણ શરુઆત કરેલી છે જેમાં બાળકોને પણ શિક્ષણ સાથે પોતે કઈ રીતે સમાજને અને લોકોને ઉપયોગી બને તે પણ સમજ આપવામાં આવે છે અને બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રંજનબેન પણ સતત પ્રયત્નશીલ રહે છે.
આ શાળામાં મોટાભાગે મધ્યમ વર્ગના પરિવારના બાળકો અભ્યાસ કરતા હોય છે જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને અત્યારે હાલ ફ્રી માં યુનિફોર્મ આપવામાં આવે છે અને દંપતીના જણાવ્યા મુજબ બાળકો ને પુસ્તઓ સહિત પણ ધીમે ધીમે રાહત દરે આપવામાં આવશે તેવું અંતે જણાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર