મોરબી: મોરબીમાં લવજેહાદની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મોરબીના આસિફ મામદ મકરાણીએ અશોક બાબુભાઈ નામ ધારણ કરીને યુવતીને શિકાર બનાવી હતી. 20 વર્ષીય યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
20 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી
મોરબીમાં લવજેહાદનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મોરબીના આસિફ મામદ મકરાણીએ અશોક બાબુભાઈ નામ ધારણ કરીને યુવતીને શિકાર બનાવી હોવાની વિગતો સામે આવી રહી છે. મોરબીની 20 વર્ષીય યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી 363,376(2)(N),376(3),506(2) અને પૉક્સો એક્ટ 5(L)6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
થોડા સમય અગાઉ સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના વિધર્મી યુવાને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિધર્મી યુવકે કહ્યું હતું કે, મે ત્રણ યુવતીઓને ફસાવી હતી. આ ખુલાસો કરતી વખતે તેના ચહેરા પર જરા પણ અફસોસ દેખાયો નહોતો. સુરતની કોલેજમાં લવ જેહાદ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા અને મોટી વગત બહાર આવી હતી. આ મામલે વિધર્મી યુવક એક વીડિયોમાં ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર