ન્યૂઝ18ગુજરાતીઃ મહિલાઓની મદદથી પૈસાદાર અને ઉદ્યોગપતિ પુરુષોને ફસાવીને રંગરેલીયા કરાવવાની લાલચ આપીને ફસાવી બ્લેકમેઇલ કરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવો જ એક કિસ્સો મોરબીના ઉદ્યોગપતિ સાથે બન્યો છે.
મોરબીમાં હની ટ્રેપના કિસ્સામાં ચાર શખ્સોએ મદિલાની મદદ લઇ ઉદ્યોગપતિને લલચાવી તેની સાથે સંબંધ બંધાવીને તેનો વીડિયો બનાવ્યા બાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂ.10 લાખ પડાવી લીધાના કેસમાં પોલીસે તત્કાળ ચારેય આરોપીને ઝડપી લઇને રિમાન્ડની માંગણી કરી હતી. જેના પગલે કોર્ટે ચારેય આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રહેતા એક ઉદ્યોગપતિ યુવાનને આશિષ હેમંત આદ્રોજા, હસમુખ સંખેસરિયા, વિપુલ મનુ ચૌહાણ, ધવલ નરભેરામ આદ્રોજા એક મહિલા સાથે મળી હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
જેમાં આ ચાર પૈકી એક શખ્સે શનાળા રોડ ઉપર આવેલી ઘડિયાળા કારખાનામાંયુવકને બોલાવ્યો હતો. જ્યાં આ યુવકની મહિલા સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકત વેળાએ મહિલાએ યુવકને લલચાવી ફોસલાવીને શરીર સંબંધ બાંધ્યો હતો.
બાદમાં આ ચારેય શખ્સોએ ઉદ્યોગપતિ યુવાનની બિભત્સ વીડિયો ક્લિપ ઉતારી હોવાનું કહીને તેની પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હતા. અને વધુ બ્લેકમેઇલ કરતા આખરે માલમો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ચારેય શખ્સોને ઝડપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.