Home /News /kutchh-saurastra /મોરબી પુલ દુર્ઘટના; 87 દિવસ બાદ જયસુખ પટેલને થયો અફસોસ! ગુજરાત હાઇકોર્ટમાં આપ્યો જવાબ
મોરબી પુલ દુર્ઘટના; 87 દિવસ બાદ જયસુખ પટેલને થયો અફસોસ! ગુજરાત હાઇકોર્ટમાં આપ્યો જવાબ
મોરબી પુલ દુર્ઘટના
Morbi Bridge Tragedy: મોરબી ઘટનાના 87 દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, ‘મને અફસોસ છે, વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલનું રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ.’
અતુલ જોશી, મોરબી: ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાનું ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. તેમજ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણેથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં હતા. જેમાં ભારત દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી ત્યાં સુધી કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. કેમ કે, તેઓની માનવતાના ધોરણે ફરજ હતી જે તેમને નિભાવી હતી.
કોણ હતું આ દુર્ધટના માટે જવાબદાર?
અહીં ખાસ વાત એ છે કે, એક વ્યક્તિ કે, જે મોરબીથી જોડાયેલો છે અને સમગ્ર મોરબી દ્વારા ભૂતકાળમાં જયસુખ પટેલના પરિવારને અપાર પ્રેમ સાથ સહકાર આપ્યો છે અને ઝૂલતો પુલ જે તૂટ્યો હતો તેને પાંચ દિવસ પેહલા ખુલ્લો પણ જયસુખ પટેલે જ મૂક્યો હતો. આમ જોવા જઈએ તો જયસુખ પટેલ મોરબીવાસી તરીકે ટોચના ઉદ્યોગપતિ તરીકે ગણાય છે. તેમજ સૌથી મહત્વનું કે ઝૂલતો પુલના સંચાલન કરનાર કંપનીના ઓનર અને કંપની તરફથી કરારમાં સહી કરનાર જવાબદાર વ્યક્તિ તરીકેની તમામ ફરજ ચૂક્યા છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અરજી આજે હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી છે. જેમાં ઘટનાના 87 દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, ‘મને અફસોસ છે વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલનું રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ.’
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી અને હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે પણ સરકારને ટકોર કરી હતી. આ ઘટના બન્યાને 87 દિવસ પૂર્ણ થઈ ગયા છે. મોરબી હોનારતમાં કેટલાય લોકોના અકાળે મોત પણ થયા હતા. ત્યારે જયસુખ પટેલે 87 દિવસ બાદ અફસોસ વ્યક્ત કર્યો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર