Home /News /kutchh-saurastra /મોરબી પુલ દુર્ઘટના: રાહત કાર્યમાં લાગેલા સર્ચ ઓપરેશનને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરાયું
મોરબી પુલ દુર્ઘટના: રાહત કાર્યમાં લાગેલા સર્ચ ઓપરેશનને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરાયું
સર્ચ ઓપરેશનને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર
Morbi Bridge Tragedy: મોરબી ખાતે જુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી SDRF,NDRF, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની ટીમો રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી હતી. કમિશ્નર હર્ષદ પટેલે આ સર્ચ ઓપરેશનને સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
મોરબી: મોરબી ખાતે જુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી SDRF,NDRF, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની ટીમો રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી હતી. આ દુર્ઘટના પછી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તેમજ સર્ચ ઓપરેશન માટે તૈનાત હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે સ્થળ પર હાજર ઘણા લોકો પણ રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા હતા.
સર્ચ ઓપરેશનને સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત
આજે કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષદ પટેલે આ સર્ચ ઓપરેશનને સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સતત પાંચ દિવસ સુધી તમામ ટીમો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેમેરા, ડીપ ડાઈવર તેમજ સોનાર જેવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. બચાવ કામગીરીમાં તૈનાત તમામ દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા પરથી હવે આ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવો જરૂરી જણાતાં આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે જ વધુમાં લોકલ ફાયર બ્રિગેડ તેમજ એસ.ડી.આર.એફ. અને એન. ડી.આર.એફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેવું પણ જણાવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ આ તમામ દળની ટીમોનો તેમજ મોરબીની જાહેર જનતા તરવૈયાઓ તેમજ મીડિયા સહિત જેમણે પણ આ દુર્ઘટના અન્વયે કોઈપણ સહયોગ આપ્યો છે તેમનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
રાહત કાર્યમાં લાગેલ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરાયું
ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસથી એસ.ડી.આર.એફ, એન.ડી.આર.એફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની ટીમો રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી હતી. આ સાથે જ તેમની સાથે મોરબીના ઘણા લોકો પણ સેવા કાર્ય અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. જ્યારે હવે બચાવ કામગીરી પૂર્ણ થતા મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા બચાવ અને રાહતમાં કામે લાગેલ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મોરબીની જાહેર જનતા અને તરવૈયાઓનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર