Home /News /kutchh-saurastra /135 લોકોનાં જીવ લેનાર મોરબી દુર્ઘટનામાં કોર્ટનો મોટો હુકમ, જયસુખ પટેલને કરાયો જેલ હવાલે

135 લોકોનાં જીવ લેનાર મોરબી દુર્ઘટનામાં કોર્ટનો મોટો હુકમ, જયસુખ પટેલને કરાયો જેલ હવાલે

ફાઇલ તસવીર

Morbi bridge collapse update: આ દુર્ઘટના મામલે જયસુખ પટેલે ગત 31મી જાન્યુઆરીના રોજ મોરબી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટેન્ડર કર્યુ હતું.

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાના મામલે આજે કોર્ટે મોટો હુકમ કર્યો છે. આજે જયસુખ પટેલને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. પોલીસ જયસુખ પટેલને મેડિકલ તપાસ કરાવીને જેલ હવાલે કરશે.

7 દિવસની હતી કસ્ટડી


આ પહેલા જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ આજે પુરા થતા હતા. જેથી ફરી એક વખત કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં હતા. આજે પોલીસ વધુ રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ આવ્યું હતું સમર્થનમાં


આ સિવાય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર ધામ દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું કે, આપણે સૌ જયસુખભાઈનું સમર્થન કરીએ, ઝૂલતા પુલની ટિકિટથી જયસુખભાઈ કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: યુવાને ટુ વ્હીલર પર યુવતીને ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ


31મી જાન્યુઆરીએ કર્યુ હતુ સરેન્ડર


આપને જણાવીએ કે, મોરબીમાં 30 નવેમ્બર 2022ના રોજ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાનાં કારણે 135 લોકોના મોત થયા હતા. આ પુલ પર હજારોની સંખ્યામાં લોકો ચાલી રહ્યા હતા. પુલ તૂટવાની સાથે તમામ લોકો નદીમાં પડ્યા હતા. આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ દુર્ઘટના મામલે જયસુખ પટેલે ગત 31મી જાન્યુઆરીના રોજ મોરબી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટેન્ડર કર્યુ હતું.
First published:

Tags: Morbi bridge collapse, ગુજરાત, મોરબી