Home /News /kutchh-saurastra /Morbi Bridge collapsed Update: મોરબી દુર્ઘટના પર હર્ષ સંઘવીએ કહ્યુ, 'હજુ બે લોકો લાપતા, 132 લોકોનાં મોત'

Morbi Bridge collapsed Update: મોરબી દુર્ઘટના પર હર્ષ સંઘવીએ કહ્યુ, 'હજુ બે લોકો લાપતા, 132 લોકોનાં મોત'

સોમવારે સવારે પણ બચાવ કામગારી ચાલી રહી છે.

Morbi hanging bridge collapsed: મોરબી હોનારતમાં 130થી વધારે લોકોનાં મોત. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આખી રાત મોરબીમાં જ રોકાયા. આર્મી, નેવી, એનડીઆરએફ સહિતના જવાનો બચાવ કામગારીમાં જોડાયેલા છે.

મોરબી: મોરબી માટે રવિવારનો દિવસ ખૂબ જ ગોઝારો રહ્યો. અહીં અંગ્રેજો વખતનો ઝૂલતો પુલ તૂટવાને કારણે 130થી વધારે લોકોનાં મોત થયા છે. સાંજના સમયે બ્રિજ પર વધારે પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હોવાથી બ્રિજ તૂટી ગયો હતો. પુલ તૂટતા અનેક લોકો નદીના પાણીમાં પટકાયા હતા. સોમવારે સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમવાર સવાર સુધી મળેલી માહિતી પ્રમાણે દુર્ઘટનામાં 132 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અધિકારિક આંકડા પ્રમાણે સવાર સુધી બે લોકો લાપતા હતા. હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે ઝૂલતો બ્રિજ તૂટ્યો ત્યારે પુલ ઉપર 210 લોકો હાજર હતા.

હર્ષ સંઘવીની પ્રેસના મુખ્ય મુદ્દા: • રવિવાર હોવાથી અનેક લોકો પરિવાર સાથે લોકો આવ્યા હતા.

 • 6.30 વાગ્યે બ્રિજ તૂટ્યો, 6.45 વાગ્યે સરકારી તંત્ર સ્થળ પર હતું.

 • મોરબી શહેરના નાગરિકોએ સરકારી તંત્ર સાથે મળી રાહત કામગારી કરી.

 • 6.50 વાગ્યાથી હોસ્પિટલમાં નાગરિકોને પહોંચાડવામાં આવ્યા.

 • આખી રાતે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું.

 • ગણતરીની કલાકમાં, NDRF, નેવી, આર્મીની ટીમ પહોંચી.

 • વિવિધ ફોર્સમાં જોડાયેલા 200થી વધારે લોકોએ આખી રાત કામ કર્યું.

 • મુખ્યમંત્રી રાત્રે અઢી વાગ્યા સુધી દુર્ઘટના સ્થળ પર હતા, તેઓ કલેક્ટર ઓફિસમાં સવારે પાંચ વાગ્યા સુધી હાજર હતા. હાલ તેઓ મોરબીમાં જ છે.

 • અમિત શાહે વહેલી સવાર સુધી બચાવ કામગીરીની જાણકારી મેળવી અને તમામ મદદ પહોંચાડી.

 • અધિકારિક આંકડા પ્રમાણે બે વ્યક્તિ લાપતા છે.

 • થોડા જ સમયમાં બચાવ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

 • હાઇ પાવર કમિટિના તમામ સભ્યો રાત્રે જ અહીં આવી ગયા છે. રાત્રે બે વાગ્યા સુધી તમામ લોકો પહોંચી ગયા છે. રાતથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

 •  બ્રિજનું સમારકામનું કામ, મેઈન્ટેનન્સ કરનાર કંપનીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 • રેન્જ આઈજીની અધ્યક્ષતામાં આખી ઘટનાની તપાસ થશે. જરૂર પડે તો આસપાસના જિલ્લાની પોલીસની મદદ લેવાશે.

 •  આ દુર્ઘટનામાં 132 લોકોનાં મોત થયા છે.

 •  સમારકામ કરનાર કંપની સામે આઈપીસીની કલમ 304, 308, 114 પ્રમાણે કેસ દાખલ થયો છે.

 • હું આખો દિવસ મોરબીમાં જ છું. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તમામ જાણકારી આપ્યા બાદ જ હું મોરબી છોડીશ.

 • સામે આવેલી માહિતી પ્રમાણે બ્રિજ પર 210 લોકો હાજર હતા.


મૃતકોની યાદી

 • સુજલ હરેશભાઈ ચાવડા


2. હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3. ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4. આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5. કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા

6. ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા

7. જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર

8. ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9. નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10. નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11. હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12. મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13. અનિસાબેન આરીફશા સાહમદાર14. આફ્રીદશા આરીફશા સાહમદાર

15. ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16. મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18. રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19. શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20. ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22. સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23. આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24. માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25. ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26. ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27. યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28. માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી29. સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

30. રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧

31. જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32. જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33. જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34. ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35. ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36. હુસેન દાઉદભાઈ- રાપર

37. એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38. ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39. સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40. પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41. ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42. પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43. ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ

44. મનસુખભાઈ છત્રોલા

45. નૈતિક મહેશભાઈ સોઢીયા

46. ભૂમિકાબેન રાયધનભાઈ

47. કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

48. શાબાન આસિફ મકવાણા

49. મુમતાઝ હબીબ મકવાણા

50. પાયલ દિનેશભાઇ

51.ન ફસાના મહેબૂબભાઈ

52. એકતા ચિરાગભાઈ જીવાણી

53. પૂજાબેન ખીમજીભાઈ

54. ભાવનાબેન અશોકભાઈ

55. મિતલબેન ભાવેશભાઈ ભીંડી

56. સોનલ પ્રશાંતભાઈ મકવાણા

57. જગદીશભાઈ રાઠોડ

58. કપિલભાઈ રાણા

59. મેરુભાઈ ટીડાભાઈ60. સંદીપભાઈ રાજેશભાઇ

61. ભુપતભાઇ છગનભાઇ પરમાર

62. આરવ ભાર્ગવભાઈ દેત્રોજા

63. ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ

64. મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા

65. રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ

66. શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા

67. ધવલભાઈ જયેશભાઈ દોશી

68. અરુણભાઈ મનુભાઈ વાઘેલા

69. ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા

70. રાજ દિનેશભાઇ દરિયા

71. મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી

72. અશોક જેસિંગભાઈ ચાવડા

73. ખલીફા અમિત રફીકભાઈ

74. હંસાબેન રૂપેશભાઈ ડાભી

75. મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા

76. અલ્ફાઝખાન પઠાણ

77. ભરતભાઇ ચોકસી

78. પ્રશાંતભાઈ મકવાણા

79. વસીમભાઈ અલીભાઈ સુમરા

80. હબીબુદ શેખ

81. ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા

82. ધાર્મિક રાજુભાઈ મૂછડીયા

83. પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા

84. ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર

85. પૃથ્વી મનોજભાઈ

86. ભવિકભાઈ દેત્રોજા

87. ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા

88. નસીમબેન બાપુશા ફકીર

89. નફીષાબેન મહેબૂબભાઈ

90. તુષાર રૂપેશભાઈ ડાભી

91. પ્રવિણસિંહ રઘુભા ઝાલા


92. કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી

93. શાહનવાઝ બાપુશા રહે. જામનગર

94. ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી

95. વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ

96. ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી

97. નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા

98. નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે. આલાપ રોડ મોરબી

99. મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રહે.રાજકોટ
First published:

Tags: Morbi, Morbi Accident, Morbi bridge collapse, Morbi hanging bridge