મોરબી: મોરબીવાસીઓ હજુ તો મચ્છુ હોનારતને ભૂલી શક્યા નથીં ત્યાં ફરી એકવાર ગોજારી ઘટના બની છે, જે ઇતિહાસમાં હંમેશા યાદ રહી જશે. મોરબીના જાણીતા ઝૂલતા પુલ પર ફરવા ગયેલા 132 લોકો મોતને ભેટ્યા છે. રાહતકાર્ય અને શોધખોળ બાદ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. આ માહિતી એટલી ભાવુક છે કે જાણીને બધા હતપ્રત રહી જાય છે. ઝૂલતાપુલ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 51 બાળકોનાં મોત થયાનું સામે આવ્યું છે. તો હજુપણ કેટલાક બાળકોની શોધખોળ ચાલી રહી છે.
તારીખ 30 ઓક્ટોબરના દિવસે સાંજના સમયે મોરબીની ઓળખસમો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. યુદ્ધના ધોરણે આખી રાત રેસ્ક્યુ કામ કરવામાં આવ્યું હતું. તથા બીજા દિવસે પણ બચાવકાર્ય ચાલુ હતી. સવાર સુધીમાં કુલ 132 લોકોના મૃતદેહો નીકળતા વહીવટી તંત્ર દ્વારા મૃતકોનો સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
વધુમાં મૃતકોની આ યાદીમાં 2 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના 51 બાળકોનો સમાવેશ થાય છે અને કુલ 132ના મૃત્યુ આંકમાં મોરબી તેમજ અન્ય શહેર અને જિલ્લાના 76 પુરુષો અને 56 સ્ત્રીઓનો સમાવેશ થતો હોવાનું યાદીમાં જાહેર કરાયુ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Children, Morbi, Morbi bridge collapse