Home /News /kutchh-saurastra /Morbi bridge collapse: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાઃ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Morbi bridge collapse: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાઃ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ફાઇલ તસવીર

ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોરબી કોર્ટમાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે હવે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ 7 દિવસ સુધી જયસુખ પટેલની પૂછપરછ કરશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
મોરબીઃ ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોરબી કોર્ટમાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે હવે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ 7 દિવસ સુધી જયસુખ પટેલની પૂછપરછ કરશે.

ગઈકાલે જયસુખ પટેલની ધરપકડ કરી હતી


ગઈકાલે મોરબી પુલ દુર્ઘટના મામલે પોલીસે મુખ્ય આરોપી જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે સરેન્ડર કર્યુ હતુ. ત્યારે પોલીસે આગામી કાર્યવાહી હાથ ધરી તેમની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ મૃતકોના પરિવારજનોએ કહ્યુ - જયસુખને નગર દરવાજે ફાંસી આપો

શું હતી સમગ્ર ઘટના?


30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો છે!


ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?


ઝૂલતા પુલના ઈતિહાસ પર નજર કરીએ તો, 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઈ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
First published:

Tags: Morbi bridge collapse, Morbi News

विज्ञापन