Home /News /kutchh-saurastra /મોરબી પુલ દુર્ઘટના કેસ: પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા, 5 આરોપી જેલ હવાલે
મોરબી પુલ દુર્ઘટના કેસ: પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા, 5 આરોપી જેલ હવાલે
મોરબી પુલ દુર્ઘટના કેસમાં આજે પોલીસ દ્વારા તમામ નવ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Morbi bridge collapse: મોરબી પૂલ દુર્ઘટના કેસમાં આજે પોલીસ દ્વારા તમામ નવ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં.
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીનો ઝૂલતો પુલ કાળ બનીને 136 લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે. આ ઉપરાંત સરકારે પણ સ્પેશિયલ ટીમ બનાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે. આજે આ તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે પાંચ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યાં જ ચાર આરોપીઓને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલાયા છે.
મોરબી પૂલ દુર્ઘટના કેસમાં આજે પોલીસ દ્વારા તમામ નવ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડિંગની માગણી કરવામાં આવી હતી. જોકે દસ દિવસના રિમાન્ડની માંગણી સામે કોર્ટ દ્વારા શનિવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને કોર્ટે જેલ હવાલે કર્યા છે. ત્યાં જ આ કેસમાં ચાર અન્ય આરોપીઓના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે.
લોકોએ જીવ બચાવવા મથામણ કરી
પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને કેટલાંક લોકો પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા. તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર